હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાની મોટરીંગ અને પબ્લિક માલિકો માટે નવેમ્બર-૨૦૨૨ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પોમાં મુન્દ્રા/ભચાઉ માટે તા.૮/૧૧/૨૦૨૨, માંડવી-રાપર માટે તા.૧૫/૧૧/૨૦૨૨, દયાપર માટે તા.૨૨/૧૧/૨૦૨૨ અને નખત્રાણા માટે તા.૨૯/૧૧/૨૦૨૨ના યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીએ અનેગાંધીધામ કચેરીએ પણ આ કા મગીરી કરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read MoreDay: November 5, 2022
ગુજરાતના વિશિષ્ટ મતદાન મથકો
હિન્દ ન્યુઝ, ભુજ (૧) જિલ્લોઃ ગીર સોમનાથ, (મતદાન મથક : ૩-બાણેજ), ૯૩-ઉના ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની “કોઈ મતદાર બાકી ન રહી જાય” ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા…
Read Morec-VIGIL એપ્ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ કરી શકશે
હિન્દ ન્યૂઝ, ભુજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના…
Read Moreગીર સોમનાથમાં આચારસંહિતાનો અમલ શરૂ, સી-વિજીલ એપ્લિકેશન પર નાગરિકો કરી શકશે ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ પર મેળવી શકાશે ચૂંટણીલક્ષી જાણકારી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૪: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં કુલ ૧૦૭૭ મતદાન મથકો પર ૫,૦૯,૯૯૧ પુરૂષ, ૪,૮૯,૪૧૩ સ્ત્રી અને ૧૧ અન્ય એમ કુલ ૯,૯૯,૪૧૫ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થશે. આ ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષી આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના…
Read Moreઆદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલે આપ્યા નિર્દેશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૪: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી કરવામાં આવી. આ…
Read More