ગીર સોમનાથમાં આચારસંહિતાનો અમલ શરૂ, સી-વિજીલ એપ્લિકેશન પર નાગરિકો કરી શકશે ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ પર મેળવી શકાશે ચૂંટણીલક્ષી જાણકારી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ, તા.૪: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં કુલ ૧૦૭૭ મતદાન મથકો પર ૫,૦૯,૯૯૧ પુરૂષ, ૪,૮૯,૪૧૩ સ્ત્રી અને ૧૧ અન્ય એમ કુલ ૯,૯૯,૪૧૫ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થશે. આ ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષી આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  તુષારભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. જે એપ્લિકેશન દ્વારા નાગરિકો ફોટો કે વીડિયો અપલોડ કરી ફરિયાદ નોંધાવી શકશે.

ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતાનો અમલ શરૂ થયેલ છે. જિલ્લા કક્ષાએ નિયંત્રણ કક્ષમાં ૨૪ X ૭ કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૬૨૭ છે. આ ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આચારસંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદો સહિત ચૂંટણીલક્ષી જાણકારી મેળવી શકાશે.

ચૂંટણી દમિયાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ  માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીરસોમનાથની નિમણૂંક કરવામાં આવેલ છે.  તેમજ સંબંધિત તાલુકા વિકાસ અઘિકારી અને ચીફ ઓફીસરઓની નિમણૂંક કરી આદર્શ આચારસંહિતાની ચૂસ્ત અમલવારી કરાવવા સૂચના આપેલ છે.

Related posts

Leave a Comment