બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને માર્ચ-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા

હિન્દ ન્યુઝ, બોટાદ   બોટાદ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ – બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની/ફેક્ટરી/શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને માર્ચ-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તારીખ ૩૦ મી એપ્રિલ-૨૦૨૨ સુધીમાં વેબ સાઈટ www.employment.gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવાના રહેશે અન્યથા કાયદાનો ભંગ થયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા તેમજ વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા…

Read More

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા.૨૧/૦૪/૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રહેશે અને ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક લાયકાતના…

Read More

દિયોદર ના બનાસ ડેરી PM નાં હસ્તે ઇ લોકાર્પણ ના ભાગ રૂપે જાલોઠા ગામે ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર ના જાલોઠા ગામે ખોડિયાર માતાના મંદિરે 51 દિવા ની ની આરતી કરાઈ દિયોદર ના સણાદાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરી નું લોકાર્પણ થનાર છે જેના ભાગ રૂપે દિયોદર ના ઝાલોઠા ગામે ગામ ની અંદર શોભા યાત્રા કાઢી ને ખોડીયાર માતાજી ના મંદિરે ગામ ની દિકરીઓ દ્વારા 51 દિવડાની મહા આરતી કરવામાં આવી હતી. અહેવાલ : કલ્પેશ તુરી, દિયોદર

Read More

ગઢડા ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને આરોગ્ય મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં ઠેર ઠેર આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ બોટાદ જિલ્લાનો તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો ગઢડા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ૧૮ એપ્રિલ થી ૨૨ એપ્રિલ સુધી આરોગ્ય મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ છેવાડાના માનવીઓને આરોગ્યની સેવા મળી રહે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા યોજનાઓની જાણકારી પ્રાપ્ત થાય તેમજ વિના મૂલ્યે આરોગ્યની સેવાઓનો લાભ મળી રહે તે માટે આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહ્યા છે…

Read More

બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે વાહનોના આવાગમન તેમજ વાહન પાર્કિંગ અર્થે જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યાા પ્રમાણે રેલ્વે સ્ટેશન રોડ, નવનિર્મિત અન્ડબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર, કરમશી ભવાન કિરાણા…

Read More

મહિસાગરજિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર     મહિસાગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક અધિક નિવાસી કલેક્ટર એ.આઇ.સુથારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકમાં વ્યાજબી ભાવની દુકાનો સ્થળફેર કરવા અંગે આવેલ અરજીઓની સમીક્ષા, એપ્રિલ-૨૨ સુધી રેશન કાર્ડની વિગતો અને જિલ્લામાં એપ્રિલ-૨૦૨૨ માસમાં રેગ્યુલર તથા પી.એમ.જી.કે.એ.વાય વિતરણ અંગેની વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન, કરીયાણા એશોસીએશન પ્રમુખ મુળજીભાઇ રાણા, વ્યાજબી ભાવની દુકાનના પ્રતિનિધિ સહિત સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Read More

લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરાના દ્વિતીય વર્ષ ડી.એલ એડ.ના તાલીમાર્થીઓનો દિક્ષાન્ત સમારોહ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે તા. 16.04.2022 ના રોજ લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરાના દ્વિતીય વર્ષ ડી.એલ એડ.ના તાલીમાર્થીઓનો દિક્ષાન્ત સમારોહ લોકભારતી ના મેને.ટ્રસ્ટી આ.અરુણભાઈ દવે,રેસી.ટ્રસ્ટી આ.રામચંદ્રભાઈ પંચોલી અનેલોકભારતી ના નિયામક આ.હસમુખભાઈ દેવમુરારીની યોજાયો. જેમાં તાલીમાર્થીઓ પોતાના અનુભવો કહ્યા. આ કાર્યક્રમમાં અધ્યાપનના ઇન.આચાર્ય અજયભાઈ પંડ્યાએ મહેમાનનો આવકાર આપ્યો અને અધ્યાપક જગદીશગિરિ ગોસાઈ એ પોતાનાઅભિપ્રાય જણાવ્યા. અમીતભાઈ સાસાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરીત ભવ્ય શોભાયાત્રા

હિન્દ ન્યુઝ, જામનગર ચૈત્રી પૂનમે (શ્રી હનુમાનજી જન્મ મહોત્સવ) ની ઉજવણી અંતર્ગત તરીકે જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરીત ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંત ગ્રહણ ઉધોગ ગ્રહણ વેપારી અગ્રણીય રાજકીય આગેવાનો વિવિધ હિન્દુ સંસ્થાઓ તેમજ ધાર્મિક ટ્રસ્ટો જેઓ ચલીત શોભાયાત્રા માં સ્વાગત કરેલ તેમજ પ્રંખડ ના દરેક જવાબદાર કાર્યકર્તા બંધુઓ માતાઓ આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી સમગ્ર જામનગર જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠયું હતું. રિપોર્ટર : રવી હરવરા,  જામનગર

Read More

ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી સિહોર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર દ્વારા આરોગ્ય મેળાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા – જુદા વિભાગના આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ લાવવામાં આવનાર છે. તે અન્વયે આવતીકાલે એટલે કે, સોમવારે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક સુધી સિહોર ખાતે આવેલા ટાઉનહોલ ખાતે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં પી.એમ.જે.વાય. ‘માં’ યોજનાના નવા કાર્ડ કાઢી આપવામાં આવશે.આ માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે આવવાનું રહેશે. તેમજ હાઇ બી.પી.ડાયાબિટીસ તેમજ સામાન્ય દર્દીની તપાસ- સારવાર,…

Read More

સોમવારે સાંજે ગાંધીનગર ખાતે ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ ની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુલાકાત લેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર               આ મુલાકાતનું જીવંત પ્રસારણ ડી.ડી. ગિરનાર,YOU TUBE, બાયસેગના માધ્યમથી પ્રસારણ થનાર છે. જેનો લાભ લેવાં માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મિયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સ્વાભાવિક રીતે શિક્ષણ આપવું એટલે નવું શીખવું અને શીખવાડવું. ગુજરાતે ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવાં પ્રકલ્પો દ્વારા સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. આ જ કડીમાં આગળ વધતા શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ એટલે શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત CCC (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર). ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓની…

Read More