‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ ની અનોખી પહેલ

ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખના અભિયાન થકી છેવાડાના લોકોને મળશે સરકારની વિવિધ યોજનાઓના લાભો ચોર્યાસી તાલુકાના દરેક ગામોમાં સરકારી યોજનાઓની સમજ આપતા કેમ્પ યોજીશું : ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલ હિન્દ ન્યુઝ, સુરત ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિકભાઈ પટેલે ‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ના રૂપમાં નવી એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ગામોના જરૂરિયાતમંદ ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરઆંગણે મળી રહે એવા પ્રયાસથી કવાસ ગામના સમાજ સદન હોલ ખાતે સરકારી યોજનાકીય લાભ અને સમજ આપવાનો કેમ્પ યોજાયો હતો. આસ્તિકભાઇ પટેલે જણાવ્યું…

Read More

સુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ખેતીલક્ષી સાધનસહાય માટે ૧૦,૦૬૬ અરજીઓને મંજૂરી અપાઈસુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ખેતીલક્ષી સાધનસહાય માટે ૧૦,૦૬૬ અરજીઓને મંજૂરી અપાઈ

હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારની ‘પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના’ હેઠળ સુરત જિલ્લાના ૧૨,૯૭૨૪ ખેડૂત પરિવારોને કુલ રૂ.૧૭૯.૨૫ કરોડની સહાય ગત વર્ષે તૌકતે વાવઝોડાના કારણે અસરગ્રસ્ત ૬,૩૮૭ ખેડૂતોને ‘કૃષિ પેકેજ’ હેઠળ રૂ.૧૧.૩૨ કરોડનું વળતર ચુકવવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ યોજનાઓમાં ખેડૂતોને માતબર સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર કુલ ૧૦,૦૬૬ ખેડૂતોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ટ્રેક્ટર ખરીદીમાં ૨૫૧ ખેડૂતોને રૂ. ૧.૩૪ કરોડની સહાય તેમજ ફાર્મ મિકેનાઈઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, ઓલટાઇપ પ્લાઉ, ઓટોમેટીક…

Read More

ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IT અને ITeS પોલિસી ર૦રર-ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે : મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IT અને ITeS પોલિસી ર૦રર-ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે. રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ ઇન્ફરમેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક…

Read More

રાજકોટ જિલ્લાના જસદણના યુવાને ભંગારમાંથી સાધનો ખરીદી તેની આગવી સુઝબુઝથી બનાવ્યું ઈ-બાઈક

હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ટુ લોકલ, ગ્રીન ઈન્ડીયા અભિયાનને પ્રોત્સાહન મળે તે માટે કાર્યરત એવો તરવરીયો યુવાન ભાવિન કવૈયા ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતના યુવાનો નવી વિચારધારા અપનાવીને સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે. આજે વાત કરવી છે, જસદણની…. જસદણ એ રાજકોટ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે, જે કુલ ૧૦૩ ગામોનો સમુદાય ધરાવે છે. જસદણ તાલુકો ખાસ કરીને ટેક્નીકલી બાબતોમાં વિકસિત છે. જસદણ તાલુકામાં વર્ષોથી થ્રેસર, ટ્રેકટરની ટ્રોલી તથા ખાસ કરીને પટારા ઉદ્યોગ સહિતના ઉદ્યોગો વિકસીત થયા છે. ઉપરોક્ત ઉદ્યોગોમાં ઈ-બાઈક પ્રોડક્શના ઉદ્યોગનો નવો પાયો…

Read More

રાજ્યભરમાંથી ૯ જિલ્લાના ૩૦ પર્વતારોહકો ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણમાં જોડાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ અભ્યાસની સાથે સાથે સાહસિક પ્રવૃત્તિ, સામાજીક જીવન ઘડતર, વન પર્યાવરણનું જ્ઞાન મેળવ્યું કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨ તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ થી ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ૯ જિલ્લાના પર્વતારોહક ભાઈઓ ૧૯ અને બહેનો ૧૧ મળી કુલ ૩૦ એ ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨ (૧૮ થી ૪૫ વર્ષ)માં ભાગ લઈ ટ્રેકીંગની સાથે સાથે વૃક્ષોનો પરીચય, પશુપક્ષીઓનો પરીચય, વન સંવર્ધન, વન્ય જીવ, પ્રકૃતિ અને ડુંગરાળ પ્રદેશો પ્રત્યે…

Read More

પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય ખાતે યુથ વેલનેસ સેમિનાર યોજાયો ફીટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત યુથ વેલનેસ, હકારાત્મક જીવનશૈલી તથા શારીરિક તંદુરસ્તી માટેનો સેમીનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા બાલુબા કન્યા વિદ્યાલય ખાતે ફીટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત યુથ વેલનેસ, હકારાત્મક જીવનશૈલી તથા શારીરિક તંદુરસ્તી માટેનો સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં વિધાર્થિનીઓને યુથ વેલનેસ, પોઝિટિવ લાઇફ સ્ટાઇલ અને ફિટ ઇન્ડિયા વિશે માહિતગાર કરાયા હતા. જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને હેતુ વિશે, બાલુબા સ્કૂલના આચાર્યા અરૂણાબેન મારૂએ મૂળભૂત ફરજોના પાલન તથા રાષ્ટ્રના વિકાસમાં યુવાવસ્થા દરમિયાન કઈ રીતે ભાગીદાર બની શકાય તેની વિસ્તૃત જાણકારી આપી હતી. હતી. યોગા ટ્રેઈનર માનસીબેને સૂર્ય નમસ્કાર,પ્રાણાયામ અને યોગા કરાવી વિધાર્થીઓને યોગાથી થતા માનસિક તેમજ શારીરિક…

Read More

મિશન ઇન્દ્રધનુષ હેઠળ પોરબંદર જિલ્લામાં બાળકો તથા સગર્ભા બહેનોને રસી મુકવામાં આવી

હિન્દ ન્યૂઝ, પોરબંદર મિશન ઇન્દ્રધનુષ ચોથા તબક્કા હેઠળ પોરબંદર જિલ્લામાં બાળકો તથા સગર્ભા બહેનોને જુદા-જુદા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મુકવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રો ખાતે દર સોમવારે તથા બુધવારે રસી મુકવામાં આવે છે. આ ઉપરાંત કોઇ બાળક કે સગર્ભા બહેન રસી થી વંચિત ન રહે તે માટે ખાસ કેમ્પ દ્રારા બાકી રહેલા બાળકો તથા સગર્ભા બહેનોને રસી મુકવામા આવી હતી. જેરી કમળો, પોલિયો, ન્યુમોનિયા, ઓરી, રૂબેલા જેવા રોગોથી બાળકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્રારા તબક્કા પ્રમાણે મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસી મુકવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં એકપણ બાળક રસી વિહોણુ ન…

Read More

જૂનાગઢ એ, બી, અને સી ડિવીઝન દ્વારા ૭૦૦ જેટલી દિકરીઓને જુડો-કરાટે તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ૧૫ દિવસની તાલીમમાં દિકરીઓને જૂડો-કરાટે, ચૂની દાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ, જૂડો-રોલ, જૂડો-થ્રો, ફાયર રીંગ, બ્રેકીંગ, નાનચક્સ, માઉન્થ ફાયર સહિત સ્વરક્ષણના દાવ પેચ શીખડ્યા જૂનાગઢ જિલ્લા પોલિસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એ-બી-અને સી ડિવિઝન અંતર્ગત ૭૦૦ જેટલી દિકરીઓને મહિલા સ્વરક્ષણ જૂડો-કરાટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અંતર્ગત દિકરીઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૧૫ દિવસ દિકરીઓને જૂડો-કરાટે, ચૂની દાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ, જૂડો-રોલ, જૂડો-થ્રો, ફાયર રીંગ, બ્રેકીંગ, નાનચક્સ, માઉન્થ ફાયર, તેમજ અલગ અલગ…

Read More

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા અંકીત પન્નુ

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જુનાગઢના મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અંકીત પન્નુ (IAS) ની બદલી સાથે નિમણૂંક થતા નવનિયુક્ત અંકીત પન્નુએ ગઇકાલે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. ભારતીય સનદી સેવાઓમાં સને-૨૦૧૮ ની સાલમાં પસંદગી પામેલા અંકીત પન્નુએ ઓગષ્ટ-૨૦૨૦ માં જુનાગઢ જિલ્લામાં જુનાગઢના મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂંક પામી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. દિલ્હીના વતની અને દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીની બી.ટેકની પદવી ધરાવતા અને ૨૭ વર્ષની યુવા વયના અંકીત પન્નુ ખૂબજ મહેનતૂ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી…

Read More

બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે વાહનોના આવાગમન તેમજ વાહન પાર્કિંગ અર્થે જાહેરનામું

હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રેલ્વે સ્ટેશન રોડ, નવનિર્મિત અન્ડબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર,…

Read More