તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાવનગરના પોલીસ કર્મીઓના પરિવારજનો સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર તાજેતરમાં દિલ્હીથી ઘરફોડ ચોરીના આરોપીને લઇને પરત આવી રહેલા ભાવનગરના પોલીસ કર્મીઓને જયપુર પાસે નડેલા માર્ગ અકસ્માતમાં ચાર પોલીસ કર્મીઓનું આકસ્મિક મૃત્યુ થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બપોરે આ મૃત્યુ પામેલાં દિવંગત શક્તિસિંહ ગોહિલના પિતા સાથે અને મનસુખભાઈના ભાઈ સાથે ટેલિફોનિક વાત કરી દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે છે તેમ જણાવી સાંત્વના પાઠવી હતી. રાજ્ય સરકાર તથા પોલીસ તંત્ર દ્વારા જરૂરી તમામ સહાય મદદની ખાત્રી પણ તેમણે દેવંગતોના પરિવારજનોને આપી હતી. આ વેળાએ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો ચીફ (ભાવનગર)…

Read More

ભાવનગર ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સર.ટી.હોસ્પિટલના ”પાસિંગ આઉટ સેરેમની” ના કાર્યક્રમમાં સહભાગી થઇ ડિગ્રી ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉચ્ચત્તમ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી

હિન્દ ન્યુઝ, ભાવનગર વિદ્યાર્થીઓ હવે સમાજ જીવનની નવી વ્યવસ્થામાં જઈ રહ્યા છે ત્યારે પહેલાના સમયની સ્વાસ્થ્ય ક્ષેત્રની સુવિધાઓ અને અત્યારે અદ્યતન ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થયેલા સુધારાઓની તુલના કરવા જણાવ્યું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના વડપણ હેઠળ સમગ્ર દેશમાં અને માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વડપણ માં આપણા રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. કોરોના મહામારી જેવી પરિસ્થિતિમાં પણ દેશના નાગરિકોને શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત થાય, કોરોનાના જંગ સામે લડવા માટે દેશના નાગરિકોને નિઃશુલ્ક કોરોના વેક્સિનેશન આપવામાં આવે એ બધા પ્રધાનમંત્રી ની દીર્ઘદ્રષ્ટીનાં પરિણામ છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાની અને પોતાના…

Read More

ભાવનગર જિલ્લાના આગેવાન મહેશભાઈ લવજીભાઈ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા રાણીગામ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, ભાવનગર આજ રોજ તા. 19/02/2022 ના રોજ રાણીગામ ખાતે મહેશભાઈ લવજીભાઈ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ અને સમસ્ત ગ્રામજનો દ્વારા Sir T હોસ્પિટલ દ્વારા રકતદાનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આગેવાન મહેશભાઈ વેગડ, સરપંચ રાણીગામ ભરતભાઈ ગોહિલ, મોનીબાપુ ઘૂડિયાપીર આશ્રમ રાણીગામ, આજુબાજુના ગામના સરપંચ બિંદુભાઈ સરવૈયા જેસર ગામ સરપંચ રામભાઈ ભમ્મર રાણપરડા ગામ સરપંચ અને બીજા આજુબાજુના ગામના ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા તેમજ રક્તદાન પણ કરેલ હતું. સમસ્ત સીતારામ સેવા ગ્રુપ રાણીગામ અને રાણીગામ ગ્રામજનો અને આજુબાજુના ગામના બધા લોકોનો ખુબ જ સારો સાથ અને સહકારથી…

Read More

જૂનાગઢ ના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર હિન્દુ હૃદય સમ્રાટ વીર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ હિન્દુ હૃદય સમ્રાટ વીર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે આજરોજ તારીખ 19/02/ 2022 શનિવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. “જય ભવાની… જય શિવાજી… જય ભવાની…. જય શિવાજી…” ના નારા સાથે આખુ જૂનાગઢ શહેર ગુંજી ઉઠ્યું હતું. આ ગૌરવવંતી પળને નિહાળવા જૂનાગઢની જાજરમાન જનતા અને ધર્મપ્રેમી જનતા જોડાય હતી. સવારે 10 વાગે પૂજન વિધિ બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે આવેલા રંગમહેલ ના ડેલા થી શરૂ થઈ માલીવાડા રોડ, પોસ્ટ ઓફિસ રોડ, આઝાદ ચોક, એમ.જી.રોડ થઈ કાળવા ચોકમાં પૂર્ણ થઈ હતી. આ…

Read More

શિવાજી મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ની જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન

હિન્દ ન્યુઝ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ જુનાગઢ દ્વારા હિન્દવી સ્વરાજ ના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ તથા પરમ પૂજ્ય ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર જન્મ જયંતી પ્રસંગે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.16 વર્ષથી 50 વર્ષ ની સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કર્યું હતું સાથે કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આ કૅમ્પની સાથે સાથે ચક્ષુદાન, દેહદાન ના ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યા હતા. સવારે 9:30 વાગ્યાથી 12:30 સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ જૂનાગઢ ખાતે આવેલ નટવરસિંહ સેવાભવન રાખઆબાપાની…

Read More

ભરૂચ જિલ્લાના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે

હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લાના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે ભરૂચ જીલ્લામાં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુસર ૨૧મી ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ ૨૦૨૨ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે. ખેતીવાડી ખાતાની વિવિધ ઘટકોની યોજનાકીય સહાય માટે તા.૨૧/૦૨/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધી ખેડૂતો ઓનલાઈન અરજીઓ કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવાનું નક્કી થયેલ છે જે માટે નિયત થયેલ સમયગાળા દરમ્યાન આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. ખેડૂતોને કલ્ટીવેટર, કમ્બાઈન્ડ હાર્વેસ્ટર, ચાફ કટર, ટ્રેક્ટર, તાડપત્રી,…

Read More

ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ )ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ )ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી ભરૂચ કલેકટર કચેરીના વી.સી. રૂમમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડી.એલ.એેફ.સી (ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિ)ની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમયમર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં કલેકટર ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે જે તે કચેરીની પડતર અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. બેઠકમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજર દવેએ ડીસ્ટ્રીક્ટ…

Read More

અમદાવાદ ખાતેથી ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન કર્ટેન રેઇઝર પોર્ટલના રાજ્યકક્ષાના કાર્યક્રમને ખૂલ્લો મૂકતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, ભરૂચ અમદાવાદ ખાતેથી ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન કર્ટેન રેઇઝર પોર્ટલના રાજ્યકક્ષાના કાર્યક્રમને ખૂલ્લો મૂકતાં મુખ્યમંત્રીભુપેન્દ્રભાઇ પટેલ. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ પંડ્યા સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ, રમત-ગમત વિભાગના અધિકારીઓ, કોચીસ અને ખેલાડીઓ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયાં ખેલ મહાકુંભમાં વિવિધ ૨૯ જેટલી રમતોમાં ભાગ લેવા ઇચ્છતા અલગ-અલગ વયજૂથના ખેલાડીઓ વેબસાઇટ http://www.khelmahakumbh.gujarat.gov.in/ ઉપર પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે ભરૂચ જિલ્લાવાસીઓને મહત્તમ રજીસ્ટ્રેશન માટે જિલ્લા પ્રસાશનનો જાહેર અનુરોધ ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી ધ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષભાઇ…

Read More

જામનગરના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરતા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા લોકસંપર્કનું આયોજન કરાયું કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે સતત બે દિવસ લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રી…

Read More

રમત ગમત વિભાગ વિદ્યાસભા સંકુલ ખાતે ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી રમત ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાઠી રોડ સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રમત ગમત વિભાગ દ્વારા અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ કર્ટેન રેઈઝર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય રાજ્યના છેવાડાના ગામડા સુધી ખેલ મહાકુંભમાં ભાગ લેવાની પ્રેરણા મળે ઉત્સાહથી ભાગ લઇ પ્રતિભા ખીલે સર્વાંગી વિકાસ થાય અને પોતાની મનગમતી સ્પર્ધામાં વિજેતા બની રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો પ્રાપ્ત કરવા તક મળે આગામી ઓલમ્પિકમાં ૬૦ થી…

Read More