હિંમતનગર ખાતે સાબરકાંઠા-અરવલ્લીની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સુનાવણી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, હિંમતનગર હિંમતનગર ખાતે સાબરકાંઠા-અરવલ્લીની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સુનાવણી હાથ ધરાઇ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેકટર કચેરી સભાખંડમાં દિવ્યાંગ વ્યક્તિ ઓ માટેના કમિશ્નર વી. જે. રાજપૂતના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને જિલ્લાના દિવ્યાંગજનોની વિવિધ રજૂઆતો/ફરિયાદોના નિરાકરણ અર્થે આ દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોબાઈલ કોર્ટમાં દિવ્યાંગજનો દ્વારા વિવિધ ૪૫ જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ દિવ્યાંગ કોર્ટ સુનાવણીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત શિક્ષણ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, શારીરિક દિવ્યાંગતા ધરાવતા કર્મચારીની સમસ્યા, દિવ્યાંગ બાળકોને થતા અન્યાય, દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ…

Read More

આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી કુંભારીયા આશ્રમ શાળાની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, પાલનપુર આદિજાતિ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી કુંભારીયા આશ્રમશાળાની મુલાકાત લીધી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી નરેશભાઇ પટેલનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મંત્રીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. અંબાજી મંદિરના પુજારી દ્વારા તેમનું માતાજીની ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન બાદ મંત્રી…

Read More

“મારો મત એ મારું ભવિષ્ય છે – એક મતની તાકાત” વિષય પર ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા માટે “મારો મત મારૂં ભવિષ્ય – એક મતની તાકાત” શરૂ કરેલ છે. “મારો મત એ મારું ભવિષ્ય છે એક મતની તાકાત” થીમ પર રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે. ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી. દરેક…

Read More

સુરત જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ જાન્યુ-ફેબ્રુઆરીની રૂ.૧૬.૪૪ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, સુરત સુરત જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા બહેનો માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે પગભર બની શકે તે માટે દર મહિને રૂ.૧૨૫૦ ની સહાય ચૂકવવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં ૬૨,૨૬૫ જેટલી બહેનોને સહાયનો લાભ આપીને તેમને આર્થિક સધિયારો આપવામાં આવી રહ્યો છે. આ સહાય તેમને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (DBT) થી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. જાન્યુ.અને ફેબ્રુ.-૨૦૨૨ બે મહિનાની રૂા.૧૬.૪૪ કરોડની પેન્શન સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. આમ, રાજય સરકાર દ્વારા ગરીબવર્ગની બહેનોને આજીવન પેન્શનરૂપી સહાય કરીને તેમના…

Read More

મહુવા તાલુકામાં મનરેગા યોજના હેઠળ ૩ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ

હિન્દ ન્યુઝ, મહુવા આઇ.સી.ડી.એસ. શાખાની તાબા હેઠળની આંગણવાડીઓમાં “મનરેગા યોજના” હેઠળ મહુવા તાલુકામાં કુલ ૩ (ત્રણ) આંગણવાડીનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યો છે. “આધાર યોજના” હેઠળ ૧૦૦ દિવસની કામગીરી અંતર્ગત સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ઘટક કચેરી તથા આંગણવાડીમાં કુલ ૨૬,૫૨૮ આધાર રજિસ્ટ્રેશન કરી ૧૦૬.૧૧% સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લેતા આંગણવાડીમાં નોંધાયેલ લાભાર્થીઓ પૈકી ૬૬૫૭ સગર્ભા,૬૧૦૩ ધાત્રી, ૬ માસથી ૩ વર્ષના ૩૨,૫૨૨ બાળકો, ૩ થી ૬ વર્ષના ૩૪,૫૭૩ બાળકો તેમજ ૨૦,૦૬૪ કિશોરીઓને (પૂરક પોષણ) નો લાભ તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. આઇ.સી.ડી.એસ. કચેરીના તાબા હેઠળની આંગણવાડીઓમાં નોંધાયેલી અને…

Read More