હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૨૭ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ટ્રેઈની ઓપરેટરની જગ્યા પર રીલાએબલ ફર્સ્ટ એડકોન પ્રા.લી-અમદાવાદ ખાતેના એકમ માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા માટે બોટાદ જિલ્લાના રોજગાર…
Read MoreDay: February 6, 2022
બિહારના છપરામાં 32 યુવાઓને રાષ્ટ્રીય પ્રેરણા દૂત થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, સુઈગામ ગુજરાતના ત્રણ યુવાનોની પસંદગી થઇ હતી જેમાં બનાસકાંઠાના વાવ તાલુકાના ભાખરી ગામના સામાભાઈ સેગલ નો પણ સમાવેશ થયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બિહારના છપરા જિલ્લામાં Face Of Future India દ્વારા ” National Youth Exchange Programme તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૩ ફેબ્રઆરી ૨૦૨૨ સુધી યોજાયો. ૩ ફેબ્રુઆરીના રોજ દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદ થયેલા ૩૨ પ્રેરણાસ્રોત યુવા સામાજિક, શૈક્ષણિક કાર્યકર્તાને વિશેષરૂપે રાષ્ટ્રિય પ્રેરણા દૂત પુરસ્કારથી ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં રહીને નિઃ સ્વાર્થ ભાવે માનવતાના કાર્યો થકી…
Read Moreબનાસકાંઠા જીલ્લાના વાવ અને તિર્થધામ તાલુકાના ભાચલી ગામના વતની BSF મા નિષ્ઠાપૂર્વક સેવા બજાવી વય નિવૃત થઇ માદરે વતન પધારતા ગ્રામજનોએ ઉમયળકાભેર સ્વાગત
હિન્દ ન્યુઝ, વાવ માદરે વતન ધનજીભાઈ ધુડાભાઈ પંડ્યા રાઠોડ ગુણવંતભાઈ નાગજીભાઈ બંને BSF જવાન થરાદ ચાર રસ્તા તુલસી હોટેલ થી રેલી કાઢી હતી. પ્રથમ બંને BSF નિવૃત જવાનોએ થરાદ રેફરલ સોમે હાઈવે પર સ્થાપિત ભારતીય સંવિધાન શિલ્પિકાર ડો.બાબા આંબેડકર ના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને પછી માદરે વતન તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા માનવ મહેરામણ એ BSF મા ફરજ બજાવતા પુરી કરી ને ગામ ભાચલી ધનજીભાઈ ધુડાભાઈ પંડ્યા અને તિથગામ ગામ ના રાઠોડ ગુણવંતભાઈ નાગજીભાઈ BSF જવાન માદરે વતન પધાર્યા બંને નિવ્રૃત BSF…
Read Moreલાખણી તાલુકાના ચિત્રોડા ગામે વસંત પંચમી દિવસે ચેહર માતાજી નાં મંદિરે અનોખી ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, લાખણી લાખણી તાલુકાના ચિત્રોડા ધામે એટલે કે વિરમા માધાની ચેહર કહેવા માં આવે છે વસંત પંચમી નાં દિવસે માતાજી નાં જન્મ દિવસ નો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં જન્મ દિવસની ઉજવણી માં ભાવી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે ચેહર માતાજી નાં ભુવાજી અશોકભાઈ બાબુભાઈ દેઢા અને જિલ્લા પંચાયત સદસ્ય અમિતભાઈ દેસાઈ એ હાજરી આપી હતી લાખણી તાલુકાના જેતડા થી ચિત્રોડા મુકામે ડીજે નાં તાલે પગપાળા સંઘ લઈને રાજપુત સમાજ નાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલ : પ્રહલાદ…
Read Moreગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૩/૦૨/૨૦૨૨ નાં રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ…
Read Moreશૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડિકલ કોલેજ દ્વારા હેલ્પ સેન્ટર કાર્યરત
હિન્દ ન્યુઝ, ભાવનગર શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક તથા સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઈન્ડીયા ક્વોટા બેઠકો માટેની સ્નાતક વિધાશાખા (MBBS/BDS/BAMS/BHMS) ની પ્રવેશ માટે પ્રવેશ સમિતિની જાહેરાત મુજબ વિદ્યાર્થીઓ માટે રવિવારે રજા જાહેર કરેલ હતી. પરંતુ વિદ્યાર્થીઓની સગવડતા માટે રીપોટીંગ સમયસર થઈ શકે તેમજ કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું પાલન થાય તેમજ હેલ્પ સેન્ટર ખાતે વધારે વિદ્યાર્થી/વાલી એકઠા ન થાય તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને તા.૦૬/૦૨/૨૦૨૨, રવિવારનાં રોજ સમય ૧૦:૦૦ થી ૦૪:૦૦ ક્લાક સુધી હેલ્પ સેન્ટર ચાલુ રાખવામાં આવશે.…
Read Moreસર ટી. હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ હેલ્પલાઇન નંબર શરૂ કરાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે કોવિડ-૧૯ માટેનો હેલ્પલાઇન નં. ૦૨૭૮-૨૪૯૧૦૦૦ શરૂ કરવામાં આવેલ છે. આ નંબર પર ફોન કરવાથી અત્રેની સંસ્થા ખાતે કોવિડ-૧૯ સંબંધિત ઉપલબ્ધ સેવાઓ/સુવિધાઓ તેમજ દાખલ થયેલ દર્દીઓનું સ્ટેટસ અંગેની જાણકારી મેળવી શકાય છે. વધુમાં જાહેર જનતાને જણાવવાનું કે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત સરકારનો હેલ્પલાઇન નંબર ૧૦૪ : જે દર્દીઓને તાવ/શરદી/ઉધરસ આવતા હોય, તેઓ આ નંબર ઉપર ફોન કરી મદદ મેળવી શકશે. કેન્દ્ર સરકારનો હેલ્પલાઇન…
Read Moreગારિયાધારના શિક્ષણવિદ્ સ્વ.આલાભાઈ સાંડસુરની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયાં
હિન્દ ન્યુઝ, ગારિયાધાર ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના શિક્ષણવિદ સ્વ.શ્રી આલાભાઇ સાંડસુરની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સ્વાગત અને પરિચય તખુભાઈ સાંડસુરે કરાવ્યો હતો. વેબિનારમાં કોરોના સાથેનું શિક્ષણ તે વિષય પર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેશભાઈ પંડ્યાએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. તેમણે અભ્યાસલક્ષી પ્રવચન આપતાં કોરોના દરમિયાન અને પછીની પરિસ્થિતિનું આકલન કરી વિદ્યાર્થીઓને કેવી રીતે મદદરૂપ બની શકાય તેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સ્વ.આલાભાઈનો પરિચય ડો.ભાનવા ઠુંમરે…
Read Moreશ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના માર્ગદર્શન નીચે વૃક્ષોનું વૃક્ષારોપણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી ના માર્ગદર્શન નીચે ગીર સોમનાથ જિલ્લાનાં ૩૫૨ ગામ માં 11 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પગભર અને જિલ્લાને રળિયામણો કરવા માટેના મહા અભિયાનની ભારતભરમાં અને દેશ-વિદેશમાં જાણકારી મળી રહે તે માટેની આજરોજ તારીખ ૫/૨/૨૦૨૨ ને શનિવાર ને વસંતપંચમી ના પાવનકારી દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સોશિયલ મીડિયા ઉપર આ અંગે ની માહિતી પોસ્ટ શેર કરવામાં આવી. સોશિયલ મીડિયા ના ફેસબુક,…
Read Moreદર માસે મોટી તુંબડીના બે બાળકો રૂ.૩૦૦૦ની સહાય મેળવશે
માતાપિતા છત્રછાયા ગુમાવનાર બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવો હિન્દ ન્યુઝ, કચ્છ-ભુજ નોંધારાનો આધાર અને સરકાર મા-બાપ આ માત્ર શબ્દો નથી પણ સરકારની પ્રજા પ્રત્યેની સંવેદના છે. જેમાં માતાપિતા ગુમાવેલ બાળકો માટેની પાલક માતાપિતા યોજના બાળકો માટે દિપકનેત્ર સમાન છે. બાળ સુરક્ષા એકમ કચેરીના શબ્દોમાં જોઇએ તો “જાન્યુઆરી ૨૦૨૨ના દૈનિક વર્તમાનપત્રના માધ્યમથી મોટી તુંબડી ગામના પતિ-પત્ની બન્નેના આકસ્મિક અવસાનની વિગતો ધ્યાન પર આવતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એક્મના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સ્ટાફ દ્વારા જિલ્લા…
Read More