હિન્દ ન્યુઝ, ભાવનગર
સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે કોવિડ-૧૯ માટેનો હેલ્પલાઇન નં. ૦૨૭૮-૨૪૯૧૦૦૦ શરૂ કરવામાં આવેલ છે. આ નંબર પર ફોન કરવાથી અત્રેની સંસ્થા ખાતે કોવિડ-૧૯ સંબંધિત ઉપલબ્ધ સેવાઓ/સુવિધાઓ તેમજ દાખલ થયેલ દર્દીઓનું સ્ટેટસ અંગેની જાણકારી મેળવી શકાય છે. વધુમાં જાહેર જનતાને જણાવવાનું કે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત સરકારનો હેલ્પલાઇન નંબર ૧૦૪ : જે દર્દીઓને તાવ/શરદી/ઉધરસ આવતા હોય, તેઓ આ નંબર ઉપર ફોન કરી મદદ મેળવી શકશે. કેન્દ્ર સરકારનો હેલ્પલાઇન નંબર ૧૧૦૦ : કોવિડ-૧૯ દર્દીઓને સારવાર અંગેનું માર્ગદર્શન અને કાઉન્સિલિંગ આપવામાં આવે છે. જાગૃત નાગરિક તરીકે આપ સૌને ઉપરોક્ત સેવાઓનો લાભ લઇ, કોવિડ-૧૯ મહામારીને મ્હાત આપવામાં મદદરૂપ થવા માટે તબીબી અધિક્ષક, સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
