શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડિકલ કોલેજ દ્વારા હેલ્પ સેન્ટર કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર 

                શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક તથા સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાઓની ૧૫% ઓલ ઈન્ડીયા ક્વોટા બેઠકો માટેની સ્નાતક વિધાશાખા (MBBS/BDS/BAMS/BHMS) ની પ્રવેશ માટે પ્રવેશ સમિતિની જાહેરાત મુજબ વિદ્યાર્થીઓ માટે રવિવારે રજા જાહેર કરેલ હતી. પરંતુ વિદ્યાર્થીઓની સગવડતા માટે રીપોટીંગ સમયસર થઈ શકે તેમજ કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું પાલન થાય તેમજ હેલ્પ સેન્ટર ખાતે વધારે વિદ્યાર્થી/વાલી એકઠા ન થાય તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને તા.૦૬/૦૨/૨૦૨૨, રવિવારનાં રોજ સમય ૧૦:૦૦ થી ૦૪:૦૦ ક્લાક સુધી હેલ્પ સેન્ટર ચાલુ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા ઉદભવતા પ્રશ્નો અને મુંઝવણ માટે પ્રવેશ સમિતિ દ્વારા ટેલિફોન તેમજ ઈ-મેઈલ (medadmgujarat2018@gmail.com) દ્વારા સતત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિની વેબસાઈટ http://www.medadmgujarat.org/ નિયમિત રીતે જોવા મેડિકલ કોલેજનાં ડિનની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment