તાંતીયાણા પ્રા.શાળામાં ઠંડા પાણીની પરબ તથા શાળાના મુખ્ય દરવાજાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, તાંતીયાણા           તાંતીયાણા પ્રા.શાળાનો મુખ્ય દરવાજો તથા ઠંડા પાણીની પરબનું ઉદ્ધાટન અમદાવાદ(મણીનગર) સ્વામીનારાયણ ગાદી સંસ્થાન ના આચાર્ય સ્વામી જિતેન્દ્રય પ્રિયદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ઠંડા પાણીની પરબ પટેલ સોમાભાઈ મણીલાલ પરીવાર હસ્તે-પટેલ અંજનાબેન સુરેશભાઈ (મોખાસણ) હાલ-અમેરીકા દ્વારા દાન રૂપિયા 275000/-(બે લાખ પંચોતેર હજાર) આપી બનાવવામાં આવી તથા શાળાનો મુખ્ય દરવાજો ઠક્કર રમેશકુમાર અમૃતલાલ દ્વારા દાન રૂપિયા 351000/-(ત્રણ લાખ એકાવન હજાર)આપી બનાવવામાં આવ્યો. આ પ્રસંગે પરિવાર સભ્ય મુકેશભાઈ ઠક્કર તથા ઠંડા પાણીની પરબના દાતા તેમજ સ્વામીજીનું મૂર્તિ આપી. ફુલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં…

Read More

નવસારી જિલ્લામાં પાછા લોખંડના સળીયા ચોરીનું કૌભાંડ ધમધમી રહ્યું છે

હિન્દ ન્યુઝ, નવસારી           નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ એંધલ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર સમ્રાટ હોટલ પર અત્યારે ખુલ્લેઆમ સળિયા ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે વ્યક્તિ અગાઉ પણ ખેતેશ્વર નામની હોટલ નવસારી નેશનલ હાઇવે 48 પર જીવનધારા પેટ્રોલ પંપની સામે આવેલી છે ત્યાં પણ સળિયા ચોરીના કૌભાંડમાં પકડાયા હતા ત્યારે તેઓએ અંજલી ટ્રાન્સપોર્ટની ગાડીઓમાંથી સળિયા સગેવગે કરતા રાજકોટના માલિકને જાણ થતાં પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઇ હતી. તે પછી અત્યારે એક વર્ષ બાદ સમ્રાટ હોટલ પર પાછળ સળીયા ચોરીનું કૌભાંડ ધમધમી રહ્યું…

Read More

બોટાદ જિલ્લામાં તા. ૨૪ ફેબૃઆરીના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેકટરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો ફેબૃઆરી –૨૦૨૨ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૪-૦૨-૨૦૨૨ ના ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ ના કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને…

Read More

સાબરકાંઠાના ૯,૦૦૦થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી પાસનો લાભ અપાયો

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા               રાજય સરકાર દિવ્યાંગો પોતાના પગભર બને અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ મળી રહે તે માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજનાઓને અમલી બનાવી છે. આ યોજનાઓ અંતર્ગત સાબરકાંઠાના દિવ્યાંગ વ્યક્તિઓને જુદી જુદી આર્થિક અને ભૌતિક સહાય આપવમાં આવી છે. સાબરકાંઠામાં શારીરિક ખોડ ખાંપડ વિષયક ખામી ધરાવતી વ્યક્તિ,અંધ,બહેરા-મુંગા અને મંદબુદ્ધિવાળાં કુલ ૯૬૪૧ વ્યક્તિઓ “દિવ્યાંગ બસ મુસાફરી ઓળખપત્ર” થકી મન ફાવતી બસમાં મુસાફરીનો લાભ લઇ રહ્યા છે જયારે ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેંશન યોજના અને સંત સુરદાસ સહાય યોજના અંતર્ગત ૮૦ ટકા…

Read More

રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ – રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ. ૯૧ કરોડ મંજૂર : કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ – રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ. ૯૧ કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોર્ટ બિલ્ડિંગ અને જ્યૂડીશીયલ ઓફીસર્સ સહિત સ્ટાફના રહેણાકોનો અદ્યતન સુવિધાથી સજજ કરાશે હિંમતનગર જિલ્લા ન્યાયાલયના બિલ્ડીંગના બાંધકામ માટે રુ. ૬૦ કરોડ અને થરાદ નવીન તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. ૧૨ કરોડની વહીવટી મંજૂરી જ્યૂડીશીયલ ઓફીસરોના ૧૦ રહેણાક મકાનો માટે રૂ. ૬ કરોડ તથા સ્ટાફ માટે ૩૧ રહેણાક મકાન માટે રૂ. ૮ કરોડની વહીવટી મંજૂરી દિવ્યાંગ વ્યક્તિ કોર્ટમા સુગમતાથી પ્રવેશ…

Read More

કેન્સર જ્ઞાન શ્રેણી, અંતિમ ભાગ, વિશ્વાસ રાખો, ઝડપી નિદાન અને સચોટ સંભાળ સાથેની સારવાર કેન્સરમાંથી ઉગારી શકે છે

હિન્દ ન્યુઝ, અમદાવાદ  કૅન્સર એટલે કૅન્સલ ? ના બિલકુલ નહી. પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે. કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ? કેન્સર ના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠ ના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવા ને ધ્યાન માં લઈને નક્કી કરવામાં આવે છે. પ્રથમ સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો…

Read More

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના જાસ્કા ગામે રાત્રી કેમ્પમાં રસીકરણ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા

હિન્દ ન્યુઝ, પાટણ             પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લામાં ૧૫થી ૧૭ વર્ષના તરૂણોનું સો ટકા રસીકરણ થાય તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હારીજ તાલુકાના જાસ્કા ખાતે નાઈટ વેક્સિનેશન કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં તરૂણોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ જન્મમરણ રજીસ્ટર અને પ્રાથમિક શાળાની યાદી આધારે રસીકરણ માટે બાકી રહેતા બાળકોની અલગ યાદી બનાવી તમામ તરૂણોને રસી આપવામાં આવે તે માટે રાત્રી સભામાં ગ્રામજનોને અવગત કર્યા હતા. સાથે જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ તરૂણોના રસીકરણ…

Read More

પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પાટણ                          પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં માધુ પાવડિયા ઘાટ, સંડેરના સિદ્ધનાથ મહાદેવ મંદિર અને અડિયાના દુધેશ્વર મહાદેવ મંદિરનો આગામી સમયમાં વિકાસ કરવા પસંદગી કરવામાં આવી છે. પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ તથા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગત ત્રણ વર્ષમાં મંજૂર કરવામાં આવેલા યાત્રાધામ વિકાસ અને પ્રવાસન ધામોને લગતા વિકાસકાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા વર્ષ 2021-22માં વિવિધ ત્રણ…

Read More

મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ તાલુકાના રૂનીનવા ખાતે પંચાયત ઘર તથા જાખેલ, ખસા અને ફતેગઢ ખાતે આંગણવાડીનું ખાતમૂહૂર્ત થયું

હિન્દ ન્યુઝ, કાંકરેજ            બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ તાલુકાના રૂનીનવા ખાતે પંચાયત ઘર તથા જાખેલ, ખસા અને ફતેગઢ ખાતે આંગણવાડીના મકાનનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શરૂ થયેલી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તેજ ગતિથી આગળ વધારી રહી છે. તેમણે કહ્યું કે, ગામડાના લોકોને પોતાના ગામમાં જ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે ગ્રામ સચિવાલય નામ આપી ગામડાઓને ઇન્ટરનેટ કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યા છે.…

Read More

નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડીયા વન્યજીવ અભયારણ્ય

હિન્દ ન્યુઝ, પોરબંદર              નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પાસેથી આ અંગે દરજ્જા પ્રમાણપત્ર મેળવ્યું             જામનગર જિલ્લાના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસના પ્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો તેમજ પૃથ્વી માટે આર્દ્રભૂમિની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્દ્ર ભૂમિના મહત્વ અંગે થયેલ ‘રામસર સંધિ’ પર થયેલ હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હરિયાણાના ગુરુગ્રામ સ્થિત…

Read More