હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ એંધલ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર સમ્રાટ હોટલ પર અત્યારે ખુલ્લેઆમ સળિયા ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે.
જે વ્યક્તિ અગાઉ પણ ખેતેશ્વર નામની હોટલ નવસારી નેશનલ હાઇવે 48 પર જીવનધારા પેટ્રોલ પંપની સામે આવેલી છે ત્યાં પણ સળિયા ચોરીના કૌભાંડમાં પકડાયા હતા ત્યારે તેઓએ અંજલી ટ્રાન્સપોર્ટની ગાડીઓમાંથી સળિયા સગેવગે કરતા રાજકોટના માલિકને જાણ થતાં પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઇ હતી. તે પછી અત્યારે એક વર્ષ બાદ સમ્રાટ હોટલ પર પાછળ સળીયા ચોરીનું કૌભાંડ ધમધમી રહ્યું છે નવસારીમાં કોના આશીર્વાદ થી પાછું આ સળીયા ચોરીનું કૌભાંડ ધમધમી રહ્યું છે એ હવે જોવું રહ્યું.
રિપોર્ટર : વિજય પટેલ, નવસારી