તાંતીયાણા પ્રા.શાળામાં ઠંડા પાણીની પરબ તથા શાળાના મુખ્ય દરવાજાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, તાંતીયાણા

          તાંતીયાણા પ્રા.શાળાનો મુખ્ય દરવાજો તથા ઠંડા પાણીની પરબનું ઉદ્ધાટન અમદાવાદ(મણીનગર) સ્વામીનારાયણ ગાદી સંસ્થાન ના આચાર્ય સ્વામી જિતેન્દ્રય પ્રિયદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ઠંડા પાણીની પરબ પટેલ સોમાભાઈ મણીલાલ પરીવાર હસ્તે-પટેલ અંજનાબેન સુરેશભાઈ (મોખાસણ) હાલ-અમેરીકા દ્વારા દાન રૂપિયા 275000/-(બે લાખ પંચોતેર હજાર) આપી બનાવવામાં આવી તથા શાળાનો મુખ્ય દરવાજો ઠક્કર રમેશકુમાર અમૃતલાલ દ્વારા દાન રૂપિયા 351000/-(ત્રણ લાખ એકાવન હજાર)આપી બનાવવામાં આવ્યો.

આ પ્રસંગે પરિવાર સભ્ય મુકેશભાઈ ઠક્કર તથા ઠંડા પાણીની પરબના દાતા તેમજ સ્વામીજીનું મૂર્તિ આપી. ફુલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ગામના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું.

જે પ્રસંગે મહેમાનોમાં ટી.પી.ઓ.ચૌધરી, સી.આર.સી. નરભેરામભાઈ કાપડી ગામના યુવા સરપંચ ભરતભાઈ ઠાકોર, શાળાના આચાર્ય અમીચંદભાઇ તથા શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિના સહયોગથી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના વડીલો અને યુવાનો હિરાભાઇ, સદાબા, વાઘાભાઇ, ચતુરજી, જોયતાજી, પેથાજી, ગાડાજી, અશોકભાઈ, જેહાભાઇ, વિક્રમજી, બાબુજી, અમરતભાઈ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ઉત્સાહ પૂર્વક હાજરી આપી જે દિપકભાઈ જોશી દ્વારા એનાઉન્સ તથા શૈલેષભાઇ પ્રજાપતિ દ્વારા વિડિયો ગ્રાફી કરવામાં આવી અને સરકાર ની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું.

અહેવાલ : ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા

Related posts

Leave a Comment