બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

          બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૨ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે વેલનેસ એડવાઈઝર તથા સેલ્સ એક્ઝીક્યુટીવ ની જગ્યા પર પુખરાજ હેલ્થકેર પ્રા.લી અમદવાદ ખાતેના એકમ માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૮૪૯ ૨૭૧૩૧૫ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/2xT6hAMpu15G19618 મેસેજ થી મળશે જેમાં વિગત ભરી તા.૦૮/૦૨/૨૦૨૨ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment