રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ – રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ. ૯૧ કરોડ મંજૂર : કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     રાજયમાં ન્યાયતંત્રને વધુ સૂદ્રઢ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ – રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ. ૯૧ કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

કોર્ટ બિલ્ડિંગ અને જ્યૂડીશીયલ ઓફીસર્સ સહિત સ્ટાફના રહેણાકોનો અદ્યતન સુવિધાથી સજજ કરાશે

હિંમતનગર જિલ્લા ન્યાયાલયના બિલ્ડીંગના બાંધકામ માટે રુ. ૬૦ કરોડ અને થરાદ નવીન તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. ૧૨ કરોડની વહીવટી મંજૂરી

જ્યૂડીશીયલ ઓફીસરોના ૧૦ રહેણાક મકાનો માટે રૂ. ૬ કરોડ તથા સ્ટાફ માટે ૩૧ રહેણાક મકાન માટે રૂ. ૮ કરોડની વહીવટી મંજૂરી

દિવ્યાંગ વ્યક્તિ કોર્ટમા સુગમતાથી પ્રવેશ કરી શકે તેનો યોગ્ય વ્યવસ્થા માટે રૂ. ૫૧ લાખની વહીવટી મંજૂરી

Related posts

Leave a Comment