જૂનાગઢ ના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર હિન્દુ હૃદય સમ્રાટ વીર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

હિન્દુ હૃદય સમ્રાટ વીર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે આજરોજ તારીખ 19/02/ 2022 શનિવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. “જય ભવાની… જય શિવાજી… જય ભવાની…. જય શિવાજી…” ના નારા સાથે આખુ જૂનાગઢ શહેર ગુંજી ઉઠ્યું હતું. આ ગૌરવવંતી પળને નિહાળવા જૂનાગઢની જાજરમાન જનતા અને ધર્મપ્રેમી જનતા જોડાય હતી. સવારે 10 વાગે પૂજન વિધિ બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે આવેલા રંગમહેલ ના ડેલા થી શરૂ થઈ માલીવાડા રોડ, પોસ્ટ ઓફિસ રોડ, આઝાદ ચોક, એમ.જી.રોડ થઈ કાળવા ચોકમાં પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં સર્વ વંદનીય સંતો મહંતો પણ જોડાયા હતા. આ શોભાયાત્રા ને સફળ બનાવવા શ્રી હિન્દુ જાગરણ મંચના જયેશભાઈ કુબાવત તેમજ શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના, શ્રી મરાઠા સોની યુવક મંડળ, શ્રી મરાઠા યુવક મંડળ, શ્રી શિંદે પરિવારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment