બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે વાહનોના આવાગમન તેમજ વાહન પાર્કિંગ અર્થે જાહેરનામું

હિન્દ ન્યૂઝ, બોટાદ

બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રેલ્વે સ્ટેશન રોડ, નવનિર્મિત અન્ડબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર, કરમશી ભવાન કિરાણા સ્ટોર – તરાના પાનથી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. આ ઊપરાંત હવેલી ચોકથી દિન-દયાળચોક અને હિરા બજારમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ફકત એક બાજુ દ્રી-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે, પીક – અવર્સ દરમ્યાન એટલે કે સવારના ૧૦-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક તથા સાંજે ૧૬-૦૦ કલાકથી ૨૦-૦૦ કલાક સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ 

Related posts

Leave a Comment