સુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ખેતીલક્ષી સાધનસહાય માટે ૧૦,૦૬૬ અરજીઓને મંજૂરી અપાઈસુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ખેતીલક્ષી સાધનસહાય માટે ૧૦,૦૬૬ અરજીઓને મંજૂરી અપાઈ

હિન્દ ન્યુઝ, સુરત

કેન્દ્ર સરકારની ‘પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના’ હેઠળ સુરત જિલ્લાના ૧૨,૯૭૨૪ ખેડૂત પરિવારોને કુલ રૂ.૧૭૯.૨૫ કરોડની સહાય

ગત વર્ષે તૌકતે વાવઝોડાના કારણે અસરગ્રસ્ત ૬,૩૮૭ ખેડૂતોને ‘કૃષિ પેકેજ’ હેઠળ રૂ.૧૧.૩૨ કરોડનું વળતર ચુકવવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ યોજનાઓમાં ખેડૂતોને માતબર સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર કુલ ૧૦,૦૬૬ ખેડૂતોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ટ્રેક્ટર ખરીદીમાં ૨૫૧ ખેડૂતોને રૂ. ૧.૩૪ કરોડની સહાય તેમજ ફાર્મ મિકેનાઈઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, ઓલટાઇપ પ્લાઉ, ઓટોમેટીક ઓરણી, લેસર લેન્ડ લેવલર, લેન્ડ લેવલર, ઓલટાઈપ હેરો, રિપર, શ્રેડર અને બ્રશ કટર જેવા સાધનોની ખરીદી માટે ૬૪૫ લાભાર્થીઓને કુલ રૂ.૨.૭૧ કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત, ખુલ્લી પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને પમ્પસેટ જેવા સિંચાઈના સાધનોની ખરીદી માટે ૭૧૮ લાભાર્થીઓને કુલ રૂ.૧૦.૭૮ લાખ, આધુનિક ખેત પદ્ધતિ અંગેના નિદર્શન ઘટક અંતર્ગત ૩,૪૨૭ લાભાર્થીને રૂ.૧.૧૪ કરોડ અને અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિના લાભાર્થી ખેડૂતોને શેરડી પાકના વાવેતર સહાય યોજના હેઠળ કુલ રૂ.૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ શેરડી પાકમાં સિંગલ આઈબડ, ટપક સિંચાઈ યોજના, જનરેટર અને પાક સંરક્ષણ સાધનની ખરીદી માટે કુલ રૂ.૧.૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, ભારત સરકાર દ્વારા અમલીફ઼ત ‘પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના’માં ખેડૂત કુટુંબોને વાર્ષિક રૂ.૬,૦૦૦/- લેખે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના કુલ ૧,૨૯,૭૨૪ ખેડૂત કુંટુંબોને કુલ રૂ.૧૭૯.૨૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે. ગત વર્ષ મે-૨૦૨૧માં આવેલા તૌકતે વાવઝોડાના કારણે કૃષિ પાકોને ઘણું નુકસાન થયું હતું. જેમાં નુકસાનીના વળતર પેટે ૬,૩૮૭ અસરગ્રસ્ત ખેડૂતોને વાવાઝોડા કૃષિ પેકેજ હેઠળ રૂ.૧૧.૩૨ કરોડનું વળતર ચુકવવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ખેતીલક્ષી સાધનસહાય માટે ૧૦,૦૬૬ અરજીઓને મંજૂરી અપાઈ

Related posts

Leave a Comment