ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IT અને ITeS પોલિસી ર૦રર-ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે : મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ,

ગુજરાતની નવી આઇ.ટી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IT અને ITeS પોલિસી ર૦રર-ર૦ર૭ આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે.

રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ ઇન્ફરમેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક IT નિકાસ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય. તમામ પાત્ર IT-ITeS એકમોને ૧૦૦ ટકા ઇલેકટ્રીસિટી ડ્યુટીનું વળતર અપાશે. નવી પોલિસી દ્વારા આઇ.ટી ઇકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે

Related posts

Leave a Comment