હિન્દ ન્યૂઝ, પોરબંદર
મિશન ઇન્દ્રધનુષ ચોથા તબક્કા હેઠળ પોરબંદર જિલ્લામાં બાળકો તથા સગર્ભા બહેનોને જુદા-જુદા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મુકવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રો ખાતે દર સોમવારે તથા બુધવારે રસી મુકવામાં આવે છે. આ ઉપરાંત કોઇ બાળક કે સગર્ભા બહેન રસી થી વંચિત ન રહે તે માટે ખાસ કેમ્પ દ્રારા બાકી રહેલા બાળકો તથા સગર્ભા બહેનોને રસી મુકવામા આવી હતી. જેરી કમળો, પોલિયો, ન્યુમોનિયા, ઓરી, રૂબેલા જેવા રોગોથી બાળકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્રારા તબક્કા પ્રમાણે મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસી મુકવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં એકપણ બાળક રસી વિહોણુ ન રહે તે રીતે જિલ્લા આરોગ્યની ટીમ કાર્યરત છે. જુદા-જુદા કેન્દ્રો ઉપરાંત આરોગ્ય કર્મીઓ ઘેડ વિસ્તાર તથા બરડાના નેસ વિસ્તાર સહિત ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં જઇને બાળકોને રસી મુકી રહ્યા છે. આ ઉપરાંત પ્રસુતિ પહેલાની જરૂરી તમામ રસી સગર્ભા બહેનોને મળે તે રીતે આરોગ્ય ટીમ કાર્યરત છે.
