જૂનાગઢ એ, બી, અને સી ડિવીઝન દ્વારા ૭૦૦ જેટલી દિકરીઓને જુડો-કરાટે તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

૧૫ દિવસની તાલીમમાં દિકરીઓને જૂડો-કરાટે, ચૂની દાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ, જૂડો-રોલ, જૂડો-થ્રો, ફાયર રીંગ, બ્રેકીંગ, નાનચક્સ, માઉન્થ ફાયર સહિત સ્વરક્ષણના દાવ પેચ શીખડ્યા

જૂનાગઢ જિલ્લા પોલિસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એ-બી-અને સી ડિવિઝન અંતર્ગત ૭૦૦ જેટલી દિકરીઓને મહિલા સ્વરક્ષણ જૂડો-કરાટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અંતર્ગત દિકરીઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૧૫ દિવસ દિકરીઓને જૂડો-કરાટે, ચૂની દાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ, જૂડો-રોલ, જૂડો-થ્રો, ફાયર રીંગ, બ્રેકીંગ, નાનચક્સ, માઉન્થ ફાયર, તેમજ અલગ અલગ સ્વરક્ષણના દાવ પેચ પોતાના બચાવ માટે શીખડાવવામાં આવ્યા હતા. જેથી આ દિકરીઓ ભય મુક્ત બને અને અંતિમ દિવસે શીખેલ દાવ પેચનું ડેમોસ્ટ્રેશન એ-ડિવિઝન દ્વારા જૂનાગઢ નર્સીગ સ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલ શાળાની ૨૨૦ દિકરીઓને, બી-ડિવિઝન દ્વારા જોષીપરા કન્યા છાત્રાલયની ૨૩૦ દિકરીઓને તાલીમ અપાઈ તેમજ સી-ડિવિઝન દ્વારા એન.બી.કાંબલીયા ગર્લ્સ સ્કૂલની ૫૦ જેટલી દિકરીઓને તાલીમ અપાઈ છે. તમામ શાળાના પૂર્ણાહુતી સમયે એ-ડિવિઝન પી.આઈ.વાઢેર,, બી-ડિવિઝન પી.એસ.આઈ. એન.બી.આંબલીયા અને સી-ડિવિઝન પી.એસ.આઈ.જે.જે.ગઢવી તેમજ પોલિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ તાલીમ કોચ પ્રવિણ ચૌહાણ, મયુરકુમાર, પ્રશાંતકુમાર, હાર્દિક મકવાણા, પાયલ સોલંકી, મહેતા હદિશા, અને રિદ્ધિ મહેતા દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને શાળા પરિવાર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તમામ કોચને અભિનંદન પાઠવ્યા હતા. આગળ આ દિકરીઓ જિલ્લા હરીફાઈ માટે તૈયારી કરવામાં આવશે.

Related posts

Leave a Comment