પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય ખાતે યુથ વેલનેસ સેમિનાર યોજાયો ફીટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત યુથ વેલનેસ, હકારાત્મક જીવનશૈલી તથા શારીરિક તંદુરસ્તી માટેનો સેમીનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, પોરબંદર

નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા બાલુબા કન્યા વિદ્યાલય ખાતે ફીટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત યુથ વેલનેસ, હકારાત્મક જીવનશૈલી તથા શારીરિક તંદુરસ્તી માટેનો સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં વિધાર્થિનીઓને યુથ વેલનેસ, પોઝિટિવ લાઇફ સ્ટાઇલ અને ફિટ ઇન્ડિયા વિશે માહિતગાર કરાયા હતા. જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને હેતુ વિશે, બાલુબા સ્કૂલના આચાર્યા અરૂણાબેન મારૂએ મૂળભૂત ફરજોના પાલન તથા રાષ્ટ્રના વિકાસમાં યુવાવસ્થા દરમિયાન કઈ રીતે ભાગીદાર બની શકાય તેની વિસ્તૃત જાણકારી આપી હતી. હતી. યોગા ટ્રેઈનર માનસીબેને સૂર્ય નમસ્કાર,પ્રાણાયામ અને યોગા કરાવી વિધાર્થીઓને યોગાથી થતા માનસિક તેમજ શારીરિક લાભો વિશે ઉંડાણપૂર્વક જાણકારી આપી હતી. વિદ્યાર્થીકાળ દરમિયાન પોતાની લાગણીનું જતન અને સંવર્ધન કરવા માટે તથા પોતાના ધ્યેયો કઇ રીતે નક્કી કરવા તેનુ વિશેષ માર્ગદર્શન મેન્ટલ વેલનેસમાં સાયકોલોજી કાઉન્સિલર મૌસમીબેન મારૂએ આપ્યુ હતું. દક્ષભાઈ મોઢવાડીયાએ થેલેસેમિયા વિશે માહિતી આપી જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક ભૂમિકાબેન અને જીજ્ઞાશા બેને સહયોગ આપ્યો હતો.

Related posts

Leave a Comment