હરિ-હર ની પાવન ભૂમિ માં આજથી શ્રી શિવ મહાપુરાણ કથા નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ 

         શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુદ નોમના ના દિવસથી સોમનાથમા શિવ મહાપુરાણ કથા નો પ્રારંભ થયો છે, કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ડો.કૃણાલભાઈ જોષી ના મુખે થી તા.25 થી 28 ઓગસ્ટ દરમિયાન સોમનાથ ખાતે થનાર છે.  પ્રભાસ હરિ હર ની પાવન ભૂમિ છે, જ્યાથી ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુઠનું મહાપ્રયાણ કરેલ, સાથે જ પૃથ્વી પર ભગવાન શિવ નું પ્રથમ અવતરણ આ ભૂમિ મા થયુ હોવાથી હરિ-હર ક્ષેત્ર થી પણ આ પ્રભાસ ક્ષેત્ર સુપ્રસિદ્ધ છે.

      આ કથાની પોથીયાત્રા શ્રી સોમનાથ મંદિર થી ઢોલ-શરણાઇ ના સાથે નીકળેલી હતી આ પોથીયાત્રામા, વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી ડો.કૃણાલભાઈ જોષી, ભક્તો, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર, અધિકારી-કર્મચારીઓ અને સંસ્કૃત પાઠશાળાનાં ઋષિકુમારો જોડાયા હતા.

      કથાના પ્રારંભે પોથી પૂજન બાદ શિવમહાપુરાણ  કથાની વિધિવત શરૂઆત કરવામાં આવેલ હતી, સોમનાથ નો મહિમા જણાવતા પૂજ્ય  શાસ્ત્રીજી એ જણાવેલ કે, શ્રી સોમનાથ મહાદેવના દર્શન થઇ જાય,આપણે ખૂબ સદ્ભાગી છીએ. ચંદ્રમા એ મનનો કારક છે અને મહાદેવજી એ સોમનાથ છે.સોમ એટલે ચંદ્ર અને ચંદ્રના નાથ એટલે સોમનાથ જે પ્રભાસક્ષેત્રમા આવે અને સોમનાથના દર્શન કરે એને માનસિક શાંતિ મળે છે.એવુ આપણા પુરાણોમા અને વેદોમા પણ કહ્યુ છે. સોમનાથ મહાદેવ પાસે માગવુ હોય તો ભક્તિ માગવી.

        કથા શ્રવણ નો લાભ લેવા સૌ ધર્મપ્રેમી જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ નું નિમંત્રણ છે.

Related posts

Leave a Comment