શ્રાવણ શુક્લ અષ્ટમી ના દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો પીળા પુષ્પોનો શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ

   માસમાં સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવનાર ભક્તો સોમનાથ મહાદેવના વિશેષ સ્વરૂપના દર્શન કરી શકે તેના માટે પ્રતિદિન વિશેષ સાયં શૃંગારનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે શ્રાવણ માસના આઠમા દિવસે સોમનાથ મહાદેવને પીળા પુષ્પોનું શણગાર કરવામાં આવ્યો હતો. આજે બૃહસ્પતિ વાર એટલે કે ગુરુવાર છે, ત્યારે બૃહસ્પતિ ના રંગ પીળા રંગથી સોમનાથ મહાદેવનું શોભન કરવામાં આવ્યું હતું. પીળો રંગ શુદ્ધ અને સાત્વિક વૃત્તિ નું પ્રતિક માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાનના કર્તાહર્તા ગુરુ નું પ્રતીક છે. પૂજામાં આ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. પીળો રંગ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. દેવ ગુરુ બૃહસ્પતિ એ ગ્રહ કહેવાય છે જે શુભ કાર્યો કરે છે. આ રંગની સીધી અસર વ્યક્તિના પાચનતંત્ર, રક્ત પરિભ્રમણ અને આંખો પર પડે છે. એવું પણ કહેવાય છે કે પીળા રંગમાં મન બદલવાની ક્ષમતા હોય છે. આ રંગને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનાથી નકારાત્મક વિચારો દૂર થાય છે. મનને શાંત કરે છે.

Related posts

Leave a Comment