પ્રોફેશનલ પ્રેસ યુનિટિ વડગામ દ્વારા પાલનપુર માં મિટિંગ નુ આયોજન

હિન્દ ન્યુઝ, આજરોજ ૨/૧/૨૦૨૨ ના દિવસે પ્રોફેશનલ પ્રેસ યુનિટિ દ્વારા પાલનપુર ના રિધ્ધિ-સિધ્ધિ પાર્ટી પ્લોટ માં મિટિંગ કરવામા આવી હતી અને યુનિટિ ના પ્રમુખ સિવાય તમામ હોદેદારો ની નવી નિમણૂક કરવામમાં આવી હતી. અે સીવાય યુનિટિ ના દરેક સભ્યો માટે લાભ દાયક નિર્ણયો લેવા માં આવ્યા હતા અને બીજા નિમણૂક કરેલા હોદ્દાદારો ને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને પ્રમુખ દશરથ સિંહ સોલંકી (બાપુ) દ્વારા રાખેલ સમુહ ભોજન નો આનંદ માણવામાં આવ્યો. રિપોર્ટર : મહેશ્વર સાધુ, પાલનપુર

Read More

કૃષ્ણનગર ઉપાશ્રય,મહિલા કોલેજ ખાતે દર્શન કરી પ્રબોધસુરી મહારાજના આશીર્વાદ મેળવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ભાવનગરના મહિલા કોલેજ વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટી ખાતે આવેલ કૃષ્ણનગર ઉપાશ્રય ખાતે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પ્રબોધસુરી મહારાજના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ દર્શન વેળાએ તેમની સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુ. વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા.પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ તથા જૈન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો ચીફ (ભાવનગર) હકીમ ઝવેરી

Read More

નવા મુવાડા બસ સ્ટેન્ડ થી નવા મુવાડા પટેલ ફળીયા સુધી રસ્તો બીસ્માર હાલતમાં

હિન્દ ન્યુઝ, કડાણા મહિસાગર જીલ્લા ના પાટનગર લુણાવાડા થી નવા મુવાડા બસ આવતી હોય ત્યારે નવા મુવાડા સ્ટેશન થી પટેલ ફળીયા સુધી કેવી રીતે જવુ એ ડ્રાઈવરો ને સમજાતુ નથી. આ રસ્તો છેલ્લા ત્રણ વર્ષ થી ન જોવી એવી હાલત માં છે. તાત્કાલિક સરકાર દ્વારા રસ્તા નુ સમારકામ કામ કરવામાં આવ્યુ ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનુ કઈ પણ સમારકામ કરવામાં આવ્યુ નથી. જો રસ્તા નું સમારકામ ના કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી ગામ લોકો માં ભીતિ સેવાય રહી છે. આ રસ્તો આશરે ૨,કિમિ જેટલો જ છે. શુ આટલો…

Read More

૩૧ ડીસેમ્બરના રોજ દીવ તરફથી નશો કરી આવતા ઇસમોને પકડી પાડી કુલ -૫૮ ગુન્હા દાખલ કરતી કોડીનાર પોલીસ

હિન્દ ન્યુઝ, જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા ૩૧ ડીસેમ્બર ઉજવણી કરી દીવથી નશો કરેલ હાલતમાં આવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ ૩૧ મી ડીસેમ્બરની ઉજવણી કરી દીવ તરફથી દારૂ પીધેલ હાલતમાં આવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગઇ રાત્રીના કોડીનાર પોલીસ દ્વારા તમામ ઓપી / બીટ તથા સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોડીનાર પો.સ્ટે.…

Read More