હિન્દ ન્યુઝ, પોરબંદર ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ રવી સીઝન-૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી તા. ૧૫-૦૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા. ૧-૦૩-૨૦૨૨થી શરૂ થનાર છે. ભારત સરકાર દ્રારા જાહેર કરાયેલ લઘુતમ ટેકાના ભાવ તુવેર ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૬૩૦૦ ટેકાના ભાવ ૧૨૬૦ (પ્રતિ ૨૦ કિલો), ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૨૩૦ ટેકાના ભાવ ૧૦૪૬ (પ્રતિ ૨૦ કિલો), રાયડોના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૦૫૦…
Read MoreMonth: January 2022
દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા વિષય ઉપર સમાજશાસ્ત્ર ભવન દ્વારા વ્યાખ્યાન યોજાયું
હિન્દ ન્યુઝ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના તજજ્ઞ ડો.ભૈરવી દિક્ષિતનું મનનીય પ્રવચન જૂનાગઢ તા.૨૭ સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્રારા સાંપ્રત સમયમાં દેવભાષા સંસ્કૃત અને ગર્ભ સંસ્કાર શાસ્ત્રનાં અધ્યયનની આવશ્યકતા વિષય ઉપર કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષય તજજ્ઞ તરીકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરનાં પ્રાધ્યાપક ડો.ભૈરવીબેન દિક્ષિત હાજર રહ્યા હતાં. તેઓએ સાંપ્રત સમયમાં સંસ્કૃતનું મહત્વ, સંસ્કૃત વિષયનો વ્યાપ, અધ્યયન પધ્ધતિ તેમજ ગર્ભ સંસ્કાર શાસ્ત્ર વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ અભિમન્યુ, સ્વામી વિવેકાનંદ સહિતના ઉદાહરણો સાથે ગર્ભ સંસ્કાર શાસ્ત્ર અને તેજસ્વી…
Read Moreમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર અને જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
ધારાસભ્ય તરીકેની દોઢ કરોડ રૂપિયાની સંપૂર્ણ ગ્રાન્ટ આરોગ્ય ક્ષેત્રે વાપરવાનો નિર્ણય કર્યો હિન્દ ન્યુઝ, મોરબી મોરબી રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એક-એક એમ્બ્યુલન્સ અંદાજે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવી છે. કોવીડની ત્રીજી લહેરને નિયંત્રીત રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી અંતંર્ગત મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી. મોરબીના ભરતનગર…
Read Moreભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપ લીકેજ બાબતના પ્રશ્ન તાત્કાલીક ઉકેલવાની તાકીદ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
ખેડૂતોએ મંત્રીને રજૂઆત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અધિકારીઓને સ્થળ પર બોલાવી પ્રશ્નના નિરાકરણ માટે સુચના આપી હિન્દ ન્યુઝ, મોરબી રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ વેળાએ અહીંના સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની પાણીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ આવે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાત વોટર સપ્લાય ઇન્ડ. લી. તેમજ વહિવટી તંત્રના…
Read Moreકોરોનાકાળમાં માતા મૃત્યુદર તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે ૧૦૮ ની પ્રશંસનીય સેવા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત જેવાં વિશાળ દેશમાં આરોગ્ય વિષયક કાળજીનો અભાવ તથા તે અંગેના અજ્ઞાનને કારણે વિકસીત દેશોની સરખામણીમાં ઉંચો માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર જોવાં મળે છે. તેને ઘટાડવાં માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેને ઘટાડવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે. મમતાકાર્ડ, મીશન ઇન્દ્રધનુષ, સગર્ભા અને ધાત્રી માતાઓને પુરક પોષણ, ખીલખીલાટ વાન તથા પ્રસૂતિ માટે ગમે ત્યારે ૧૦૮ વગેરે જેવી સેવા દ્વારા તેમાં ધીમે-ધીમે નોંધપાત્ર સુધારો આવ્યો છે. સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આવાં સ્વસ્થ બાળકો કે જેઓ ભારતનું ભાવી છે ત્યારે આવાં…
Read Moreસુઈગામ ખાતે 194 BN BSF ગાંધીનગર દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ વાહન વ્યવહાર અને ગુજરાત પ્રવાસન નિગમ મંત્રી પૂર્ણવભાઈ મોદી ની અધ્યક્ષતામાં યોજાયો
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ મટકે મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યા મંદિર ખાતે 194 BN, BSF ગાંધીનગર દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ નો આયોજન કરવામાં આવ્યું હતું. આજના 194 BN, BSF સિવિક એક્શન પ્રોગ્રામ ગાંધીનગર આયોજિત કાર્યક્રમમાં આર.એસ.રામ DIG SHQ BSF ગાંધીનગર, રાજશેખર 123 BN BSF કમાન્ડન્ટ, રાજેશ રંજન કમાન્ડન્ટ 53 BN BSF, ઇન્સ્પેક્ટર (G) રાજીવ કુમાર સિંઘ Offg DC (G) FGU, BSF દાંતીવાડા, રાજદિપ સિંઘ કમાન્ડન્ટ 194 BN BSF, વાહન વ્યવહાર અને પ્રવાસન મંત્રી પૂર્ણ મોદી, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવ સુઈગામ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સુઈગામ પ્રાંત અધિકારી નવલદાન ગઢવી…
Read Moreબોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાઅને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૫% વિવેકાધિન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, એ.ટી.વી.ટી જોગવાઈ, વિકાસશીલ તાલુકા જોગવાઈ, ધારાસભ્ય જોગવાઈ, સાંસદસભ્ય જોગવાઈ હેઠળના વર્ષ: ૨૦૧૮-૧૯ થી વર્ષ:૨૦૨૧-૨૨ સુધીના કામોની સમીક્ષા કરવામાં આવી અને આગામી વર્ષ: ૨૦૨૨-૨૩ની વિવિધ જોગવાઇ હેઠળનાં કામોના પૂર્વ આયોજન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી અને બોટાદ જિલ્લાના અગત્યના નિર્દેશકો દ્વારા જિલ્લાની સ્થિતિ દર્શાવતો અગત્યનો Sustainable Development Goals Report Botad District August-2021 નુ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું…
Read More૭૩માં પ્રજાસત્તાક પર્વની કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આન, બાન, શાન સાથે ઉજવણી કરાઇ
તમામ ક્ષેત્રે કચ્છ ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહયું છે : શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલા જિલ્લાના કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયાં જિલ્લાની વિવિધ હોસ્પિટલોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાઈ કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી બદલ વિવિધ સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાના વરદ્ હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. લાલન કોલેજ ભુજ ખાતે આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર…
Read Moreલાખણી ના જડિયાલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર શ્રવણજી જવેરજી ની વરણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, લાખણી લાખણી તાલુકાના જડિયાલી ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર સાથે ચાર્જ સંભાળ્યો. ડે.સરપંચ તરીકે ઠાકોર શ્રવણજી જવેરજી ની બિન હરીફ વરણી કરવામાં આવી. બનાસકાઠાના લાખણી તાલુકામાં મોટા ભાગની ગ્રામ પંચાયત માં વિધિવત રીતે સરપંચો ઉમેદવારો વચ્ચે બેઠક યોજી ડેપ્યુટી સરપંચ ની પસંદગી કરી ચાર્જ સંભાળનાર છે જેમાં લાખણી તાલુકા ના જડિયાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ સભા મળી હતી જેમાં તલાટી કમ મંત્રી અશોકભાઈ પટેલની હાજરીમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર શ્રાવણ જી જવેરજી ની બિન હરીફ વરણી કરવામાં આવી છે.જેમાં સરપંચ તરીકે પટેલ સીતાબેન…
Read Moreપ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસોની સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનું આહવાન
હિન્દ ન્યુઝ, રાજપીપલા રાષ્ટ્રના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શાહે આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ તેમણે મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. આ તકે શાહે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના…
Read More