લાખણી ના જડિયાલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર શ્રવણજી જવેરજી ની વરણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, લાખણી

           લાખણી તાલુકાના જડિયાલી ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર સાથે ચાર્જ સંભાળ્યો. ડે.સરપંચ તરીકે ઠાકોર શ્રવણજી જવેરજી ની બિન હરીફ વરણી કરવામાં આવી. બનાસકાઠાના લાખણી તાલુકામાં મોટા ભાગની ગ્રામ પંચાયત માં વિધિવત રીતે સરપંચો ઉમેદવારો વચ્ચે બેઠક યોજી ડેપ્યુટી સરપંચ ની પસંદગી કરી ચાર્જ સંભાળનાર છે જેમાં લાખણી તાલુકા ના જડિયાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ સભા મળી હતી જેમાં તલાટી કમ મંત્રી અશોકભાઈ પટેલની હાજરીમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર શ્રાવણ જી જવેરજી ની બિન હરીફ વરણી કરવામાં આવી છે.જેમાં સરપંચ તરીકે પટેલ સીતાબેન પુનમાજી ચાર્જ સાંભળ્યો હતો. જેમાં સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને દરેક વોર્ડમાં સભ્યો એ ગામને વિકાસ તરફ આગળ વધારવા માટે તૈયારી દર્શાવી હતી અને સરપંચ અને ડે. સરપંચને ફૂલહાર થી શુભેચ્છાઓથી પાઠવી હતી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment