બોટાદ જિલ્લામાં ગુડ ગર્વનન્સ ઉજવણી અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગવર્નન્સર સપ્તાહ ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ બીજા દિવસે બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અન્વયે નગરપાલિકા હોલ બોટાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાએ બોટાદ જિલ્લામાં થયેલ વિકાસના કામોની રૂપરેખા વિશે ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કર્યા હતા. પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા વધુમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં સુશાસન સપ્તાહ ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વિશેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દરેક…

Read More

સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામે બનાસ ડેરી અંતર્ગત “દિવા પ્રોગ્રામ ની મિટિંગ મળી

હિન્દ ન્યુઝ, સુઈગામ બનાસ ડેરી પાલનપુર દ્વારા ચાલતા પ્રોજેક્ટ “દિવા પ્રોગ્રામ” અંતર્ગત મિટિંગનુ આયોજન બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામે દુધ ઉ.સ.મંડળી ખાતે કરવામાં આવ્યું. “દિવા પ્રોગ્રામ” અંતર્ગત મિટિંગમાં બનાસ ડેરી ના મહિલા કર્મચારી બહેનો દ્વારા દુધ ઉ.સ.મંડળીના દુધ ગ્રાહકોને દુધના ધંધામાંથી કેવી રીતે વધારે નફો મેળવવો, પશૂઓને થતા રોગો જેવાકે ખરવા મોવા, ગળસુઢો, ગર્ભાસયના રોગો વિષે મિટિંગમાં ઉપસ્થિત મહિલાઓ અને પુરુષો માહિતગાર કર્યા હતા. બનાસ ડેરી ના “દિવા પ્રોગ્રામ” અંતર્ગત યોજાયેલ મિટિંગમાં મહિલા કર્મચારીઓ દ્વારા ક્રૃત્રિમ બીજદાન, રસીકરણ અને પોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. આજની…

Read More

૧૫ થી ૩૫ વર્ષના યુવક–યુવતીઓ માટે “યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર સંચાલીત ભાવનગર શહેર જિલ્લાકક્ષાની અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે “યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” નું આયોજન ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ, પાનવાડી, ભાવનગર ખાતે કરવામાં આવેલ. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ૧૦૫ યુવક-યુવતીઓએ ભાગ લીધેલ. આ શિબિરમાં વક્તા તરીકે શરદભાઈ ઠક્કરની નિમણૂક ગાંધીનગર વડી કચેરીથી કરવામાં આવેલ. આ શિબિરમાં ભાવનગર શહેરના શિક્ષક ડૉ.મહેશભાઈ દાફડા, અન્ય શાળા/કોલેજના શિક્ષક અને વિદ્યાર્થીઑ તથા કચેરી સ્ટાફ…

Read More

વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતી વિભાગ અને અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારી ગીર સોમનાથ સંચાલિત ગર્લ્સ અંડર-૧૯ શાળાકીય વોલીબોલ સ્પર્ધાનું ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતેથી ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ ૩૫ જેટલી આલગ અલગ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આવેલ તમામ સ્પર્ધક બેહનોને રહેવા અને ભોજનની ઉત્તમ સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ સમારંભ ના અધ્યક્ષ મદદનીશ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા બાળાઓને…

Read More

મહીસાગર જિલ્લામાં લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અર્જૂનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર ૨૫ ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ૨૫ મી ડીસેમ્બરથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બાવન પાટીદાર સમાજઘરમાં રાજયના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ અને જિલ્લા પ્રભારી મંત્રી અર્જૂનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મંગલદિપ પ્રગટાવી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંત્રી અર્જૂનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૨૫ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે. આ…

Read More

“સુશાસન સપ્તાહની ઉજવણી” અંતર્ગત નર્મદા જિલ્લા પંચાયતના સંકુલથી લઇને નવા સર્કિટ હાઉસ જકાતનાકા સુધી “ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત” સાયક્લોથોન રેલી યોજાઈ, જિલ્લાના ૫૦ થી વધુ લોકો જોડાયા

હિન્દ ન્યુઝ, રાજપીપલા રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ૨૫ મી ડિસેમ્બર થી ૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી યોજાનારા “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિલામ્બરીબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, જિલ્લાના મહીલા અગ્રણી શ્રીમતી દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લા પંચાયત ખાતે ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાયું હતું. આ સાયક્લોથોન રેલીને જિલ્લા પંચાયતના સંકુલ ખાતેથી…

Read More

વેરાવળ ભાજપ લધુમતીના ઈમરાન પંજા દ્રારા સુશાસન દિવસ નિમિત્તે ગેસ વિતરણ કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી સુશાસન દિવસ નિમિત્તે વેરાવળ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈમરાન પંજા અને ટીમ દ્વારા તુરક સમાજની વંડીમા ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ વિતરણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ લધુમતી ના સુલેમાન ગઢીયાએ પ્રવચન આપેલ હતું. આ કાર્યક્રમમાં રિજવાનભાઈ, હાસમભાઈ મુસાગરા, કાસમભાઈ ભાડેલા હાજર રહેલા હતા આયોજન પ્રમુખ ઈમરાન જમાદાર, હનીફ સખીયાણી, ઈરફાન મુલ્લાં , નબીલ ભેડાએ કરેલ હતું. મુસ્લિમ સમાજના છેવાડા ના લોકો સુધી સરકારી દરેક પ્રકારની સહાયતા પહોચાડવા લધુમતી પ્રમુખ ઈમરાન જમાદાર કેમ્પ કરીને લોકો સુધી સહાય પહોચાડે…

Read More

ગીર સોમનાથ ના પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસ ની સારી એવી કામગીરી સામે આવી

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ પ્રભાસ પાટણ માં એમ.એન.આહીર ની સુચના થી ઝાંપા બજાર અને મુખ્ય બજારમાં અને બાઇ પાસ ઉપર માસ્ક ન પહેરનાર ને સુચનાઓ આપવામાં આવી કે કોરોનાં, ડેન્ગ્યુ, ટાઇફોર, મેલેરીયા ના થાઈ તે માટે માસ્ક પહેરવું જરૂરી છે વાહન ચાલાકોનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્રણ સવારી વાહન ચાલાક ને દંડ કરવામાં આવ્યો, અન્ય ફોર વ્હીલર વાહન ચાલાક પાસે લાઈસન્સ અને કાગળો ના હોય તેને દંડ કરવામાં આવ્યો, ટ્રાફિક પોલીસ ના ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ, પ્રવિણભાઇ, પોલીસ કોન્સ્ટેબલ દેવશીભાઇ અને સીઆરબી જવાનસાથે પ્રભાસ પાટણ ટ્રાફિક ન થાય…

Read More

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા જૂની પેન્શન યોજના સહિત ના પડતર પ્રશ્નો માટે ધરણા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજપીપલા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંધ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ ના આદેશ ના પગલે પ્રાથમિક શિક્ષક ના પડતર પ્રશ્નોની વિવિધ માગણીઓ માટે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ પ્રમુખ સુરેશ ભાઈ ભગત, મહામંત્રી ફતેસિગભાઈ વસાવા. ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ સોમવારે. 27/12/21ના રોજ શક્તિ વિજય સોસાયટી. કલેકટર કચેરી સામે રાજપીપલામાં ધરણા કાર્યક્રમ યોજાશે. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Read More

સુશાસન સપ્તાહની ઉજવણી અંગે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી અને મુખ્ય સચિવએ સુશાસન દિવસની ઉજવણી અવસરે માર્ગદર્શન પૂરું પાડ્યું આજે સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ છે. પ્રતિવર્ષ સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય સરકારે આજથી એક અઠવાડિયા સુધી રાજ્યભરમાં સુશાસન સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેનાં ઉપલક્ષ્યમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવ પંકજકુમારે સમગ્ર રાજ્યમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલાં મંત્રીઓ તેમજ અધિકારીઓને સુશાસનની એટલે શું , સુશાસનની અનુભૂતિ લોકોને કેવી રીતે કરાવી શકાય તેમજ રાજ્યએ તે દિશામાં લીધેલા પગલાઓ અંગેનું માર્ગદર્શન પુરું…

Read More