ગીર-સોમનાથમાં ગ્રામપંચાયતોની ચૂંટણી પ્રક્રિયાના દિવસ દરમિયાન સભા સરઘસ પર પ્રતિબંધાત્મક જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. મતદાનના દિવસે મતદાન મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે માટે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર થી વધુ વ્યકિતઓની મંડળી ભરવા ઉપર તેમજ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂઇએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ ગીર સોમનાથ જિલ્લામા ડિસેમ્બર–૨૦૨૧માં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નકકી કરવામાં આવેલ…

Read More

બહેનો માટેની રાજ્યકક્ષાની શાળાકિય અંડર-૧૯ વોલીબોલ સ્પર્ધાની ગીર સોમનાથ જિલ્લો યજમાની કરાશે

રાજ્યભરની વિદ્યાર્થીનીઓ કોડીનાર ખાતે સ્પર્ધામાં ભાગ લેવા આવશે: તા.૨૪મીથી સ્પર્ધાનો પ્રારંભ હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજ્યકક્ષાની શાળાકિય અંડર-૧૯ બહેનો માટેની વોલીબોલ સ્પર્ધાની યજમાની ગીર સોમનાથ જિલ્લો કરશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યભરની વિદ્યાર્થીનીઓ કોડીનાર ખાતે આવશે. મહત્વનુ છે કે, વોલીબોલમાં ગીર સોમનાથ જિલ્લામાંથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પ્રાપ્ત થયા છે. તા.૨૪-૧૨-૨૦૨૧ થી તા.૨૬-૧૨-૨૦૨૧ દરમિયાન સોમનાથ ડી.એલ.એલ.એસ. એકેડમી, કોડીનાર ખાતે યોજાનાર આ સ્પર્ધમાં ભાગ લેવા માટે ગીર સોમનાથ જિલ્લાની શાળાઓએ તા.૨૦ ડિસેમ્બર સુધીમાં dsogirsomnath17@gmail.com પર ઈ-મેલ પર એન્ટ્રી મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે અશ્વીનભાઇ સોલંકી મો.૯૯૦૪૧-૮૫૭૨૭, જશરાજભાઇ દાહીમાં મો. ૯૦૩૩૨-૪૪૪૧૮ અને…

Read More

રાજ્યભરમાં વેક્સીનેશનમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર

ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯૧ ટકા રસીકરણ સંપન્ન, બીજા ડોઝનુ પણ ૮૨ ટકા વેક્સીનેશન હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ         જિલ્લા આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસો અને યોજનાબદ્ધ આયોજનના પગલે ગીર સોમનાથ જિલ્લો વેક્સીનેશનમાં રાજ્યભરમાં અગ્રેસર રહ્યો છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં ૯૦૨૫૧૯ લોકોએ પ્રથમ ડોઝ અને ૭૩૫૧૮૨ લોકોએ બીજો ડોઝ મેળવી લીધો છે. આમ, જિલ્લામાં પ્રથમ ડોઝનુ ૯૧ ટકા અને દ્વિતીય ડોઝનુ ૮૨ ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં રસીકરણની કામગીરીની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ ભાયાએ જણાવ્યું કે, કોરોના મહામારી માંથી બહાર આવવા માટે…

Read More

વર્ષના અંતિમ શુભ મુહૂર્તને લઇ થરાદ વિસ્તારમા અનેક સ્થળો પર લગ્નોત્સવનો માહોલ

હિન્દ ન્યુઝ, થરાદ             આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈપણ શુભ કાર્ય કરવા માટે વિશેષ મુહૂર્ત જાેવામાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને માંગલિક કાર્યોમા મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર બનાસકાંઠા થરાદ માં શરણાઈના સુરો અને ઢોલ ઢબૂકી રહયા હતા પરંતુ આગામી તારીખ ૧૬મી ડીસેમ્બરથી કમુરતા પ્રારંભ થતાં માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે. કોરોના નવા વેરિએન્ટના ડરામણી દહેશત વચ્ચે લગ્નસરાની સિઝનના અંતિમ ચરણમાં આજે વર્ષનું છેલ્લું શુભ મુહૂર્ત છે અને ૧૬ મીથી ધનારક કમુરતા બેસી જતાં એક મહિના સુધી લગ્નની…

Read More

વેરાવળની ગ્રેસીબેન ગોહિલનું રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતાં ગાંધીનગર ખાતે બહુમાન કરાયું

હિન્દ ન્યુઝ, વેરાવળ રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતાં વેરાવળ ની ગ્રેસીબેન બટુકસિહ ગોહેલનુ ગાંધીનગર કોબા ખાતે ઇનામ પેટે રૂ 1000 અને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. આ સ્પર્ધામાં વિજેતા બની ગ્રેસીબેને ગીર સોમનાથ જિલ્લાનું અને વેરાવળ સાઇનસ કોલેજનું ગૌરવ વધાર્યું છે તેમજ એ બી સી સંકલિત નિબંધ પુસ્તકમાં ગ્રેસીબેનનુ અંગ્રેજી માધ્યમમાં પસંદગી પામેલ નિબંધ પ્રસિદ્ધ થશે. કેન્દ્રીય સત્કર્ત આયોગ દ્વારા ગુજરાત તકેદારી આયોગની રાહબરી હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય દ્વારા સત્કર્ત જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે શિક્ષણ કમિશ્નર ગુજરાત રાજ્યની કચેરીના પરામર્શમાં રાજ્યકક્ષાએ સ્વતંત્ર…

Read More

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે ટેન્ટ સીટી-2, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 13 અને 14 ડિસેમ્બર, 2021ના રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિશ્રી, રજિસ્ટ્રાર ને IQAC કો-ઓર્ડિનેટર હાજરી આપશે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર અને કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ સેમિનારનો શુભારંભ થશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર અને ઉચ્ચ, ટેકનિકલ શિક્ષણના નિયામક પણ કાર્યક્રમમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર…

Read More

બાળકોના અભ્યાસ સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કોરોના કાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યભરની શાળાઓમાં ૧૦૦ કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન – શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યભરની શાળાઓમાં ૧૦૦ કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સમયના લર્નીંગ લોસ ઘટાડવા માટે પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપક્રમે શાળાઓમાં ૧૦૦ કલાક “ સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું આયોજન કરાયું છે. કોવિડ-19ની પરિસ્થિતિને લીધે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી તેથી બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યનો…

Read More

કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ અને રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળાની મુલાકાત લીધી હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ગરૂડેશ્વરના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને કરાયેલી તૈયારી તેમજ નર્મદા જિલ્લામાં ઓમિક્રોમ વાઇરસના કેસો ન નોંધાય તે માટે કરાયેલી આગોતરી તૈયારી અંગે મંત્રી એસ.જયશંકરને વાકેફ કરાયાં હતાં. આ બેઠક પૂર્ણ થયાબાદ મંત્રી ડૉ.એસ.જયશંકરે રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલની મુલાકાત દરમિયાન સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, જીમ્નાસ્ટીક હોલ વિશે અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા પ્રાચાર્ય કે.જે.ગોહિલે મંત્રી જયશંકરને વિસ્તૃત જાણકારી આપી હતી. આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર બી. કે. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ, રાજપીપલાની સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ગરૂડેશ્વરના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને કરાયેલી તૈયારી તેમજ નર્મદા જિલ્લામાં ઓમિક્રોમ વાઇરસના કેસો ન નોંધાય તે માટે કરાયેલી આગોતરી તૈયારી અંગે મંત્રી એસ.જયશંકરને વાકેફ કરાયાં હતાં. આ બેઠક પૂર્ણ થયાબાદ મંત્રી ડૉ.એસ.જયશંકરે રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલની મુલાકાત દરમિયાન સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, જીમ્નાસ્ટીક હોલ વિશે અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા પ્રાચાર્ય કે.જે.ગોહિલે મંત્રી જયશંકરને વિસ્તૃત જાણકારી આપી હતી. આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઇ…

Read More

રાજ્યમાં કોરોના વેક્સિનના બન્ને ડોઝની કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ

હિન્દ ન્યુઝ, જિલ્લામાં બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ ૦૦૦૦૦ કલેક્ટર, ડીડીઓના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસોથી મળી સફળતા ૦૦૦૦૦૦ જૂનાગઢ,તા.૧૧ રાજ્યમાં કોરોના વેક્સિનના બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રવારા ચલાવવામાં આવેલ રસીકરણ અભિયાનની પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયા બાદ બીજા ડોઝમાં પણ ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરી સફળતા મેળવી છે. પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા સફળતા મળ્યા બાદ બીજા ડોઝમાં પણ ૧૦,૭૫,૬૨૨ ના લક્ષ્યાંક સામે બીજા ડોઝમાં પણ ૧૦,૭૫,૬૨૨ લોકોને રસીકરણ…

Read More

આચારસંહિતાનો અમલ કરવા તેમજ લોકોની માલ મિલ્કતને થતી હાનિ/ બગાડ અટકાવવા પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડેલ

હિન્દ ન્યુઝ, ગુજરાત આગામી ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના મર્યાદા કરતા વધુ પ્રચાર ખર્ચ પર નિયંત્રણ મુકવા અંગેના તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચૂંટણી પંચ તરફથી અપાયેલ સૂચના મુજબ આચારસંહિતાનો અમલ કરવા તેમજ લોકોની માલ મિલ્કતને થતી હાનિ/ બગાડ અટકાવવા પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડેલ છે. કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી વગર ધ્વજ, બેનર્સ, હોર્ડિંગ, કટઆઉટ જેવા પ્રચારના સાધનો જાહેરસ્થળોએ લગાવી શકાશે નહિ. તેમજ આ અંગેનો ખર્ચ વિસ્તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં હાજરી…

Read More