અમરેલી જિલ્લાના બગસરા ના નિવૃત મામલતદાર તલાટ નું નિવૃત્તિ સન્માન સમારંભ આયોજન 

અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના નિવૃત મામલતદાર આઈ એસ તલાટ નું નિવૃત્તિ સન્માન સમારંભ બગસરા વડિયા મામલતદાર કચેરી તેમજ ધારી બગસરા પ્રાંત કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિવૃત્તિ સન્માન સમારંભ કાર્યક્રમ બગસરા નગરપાલિકા હોલ શાકમાર્કેટમાં યોજવામાં આવ્યો હતો. આ નિવૃત્તિ સન્માન સમારંભ બગસરા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા ફુલહાર તેમજ મોમેન્ટ અને ગિફ્ટ આપી નિવૃત્ત આઈએએસ તલાટ નુ સન્માન કર્યું હતું. વડીયા મામલતદાર કચેરી ના સ્ટાફ દ્વારા પણ નિવૃત મામલતદાર એસ્ટેટ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારી બગસરા પ્રાંત કચેરી દ્વારા પણ તલાટી નું સન્માન કરવામાં આવ્યું હતું. આ…

Read More

જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની બંને સાઇડમાં ગાંડા બાવળોના સમ્રાજ્યથી વાહન ચાલકો અને પ્રજાજનો પરેશાન ! માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં

હિન્દ ન્યુઝ, સુઈગામ     સરહદી સુઈગામ તાલુકાના ડાભી અને ડુંગળા ગામને જોડતો પાકો ઙાંમર રોડ આસરે સાડા ચાર કિલોમીટર જેટલુ અંતર ધરાવે છે. ડાભી ગામથી ડુંગળા ગામને જોડતો રાહદારી પાકો ડાંમર રોડ છે અને રોડની બંને સાઇડમાં ગાંડા બાવળોનુ સામ્રાજય એટલી હદે વધી રહ્યું છે કે ગાંડા બાવળ પાકા ડાંમર રોડ ઉપર આવી ગયા હોવાની વાહનચાલકોને સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતાં અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે, વાહન ચાલકો પોતાનુ વાહન ચલાવી રહ્યા હોય ત્યારે સામેથી આવતુ વાહન રોડની સામાન્ય ગોળાઈમાં પણ ગાંડા બાવળોના લીધે અકસ્માત સર્જે તેવો…

Read More

અંબાજી મંદિરમાં સેવા આપતા સ્વ. ત્રણ કર્મચારીઓના આશ્રિતોને કલેકટર આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા

હિન્દ ન્યુઝ, અંબાજી     શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીમાં ફરજ બજાવતા સ્વ. છગનલાલ એસ. સરગરા, સ્વ. ચંદનસિંહ ચૌહાણ અને સ્વ. સોમાજી વી. ઠાકોરનું ચાલુ ફરજ દરમ્યાન તાજેતરમાં દુઃખદ અવસાન થતાં તેમના આશ્રિતોને બનાસકાંઠા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલના હસ્તે પ્રત્યેકને રૂ. ૮-૮ લેખે કુલ રૂ. ૨૪ લાખના સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. કલેકટર આનંદ પટેલે અંબાજી મંદિરમાં ફરજ બજાવતા અવસાન પામેલ કર્મચારીઓ પ્રત્યે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સ્વજનનોની ખોટને ક્યારેય પુરી શકાતી નથી, પરંતું મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના…

Read More

“આપણુ રેશમીયા ગામ ” ના એડમીન દ્રારા ગામની પ્રાથમિક સુવિધાઓ માટે મિટિંગ

હિન્દ ન્યુઝ,       રેશમીયા ગામના યુવાનો દ્રારા ચાલતા ગ્રુપ “આપણુ રેશમીયા ગામ ” ના એડમીન દ્રારા ગામની પ્રાથમિક સુવિધાઓ ના હાલ જે અભાવ છે તે માટે મિટિંગ રુપારેલીયા હનુમાનજી મંદિરે ગોઠવી હતી. જેમા રેશમીયા ગામના સરપંચ વાલજીભાઈ માલકીયા, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ જીગ્નેશભાઈ પલાળીયા, ભાજપ કાઠી અગ્રણી શિવરાજભાઈ જેબલીયા, અમરદીપભાઈ ખાચર, હીરાભાઈ ત્રમટા ડેરીવાળા દિલુભાઈ માંજરીયા સાદુળભાઈ સાંબડ ગભરુભાઈ ખટાણા કાળાભાઈ, ભુપતભાઈ ગોવાળીયા, લાખાભાઈ માલકીયા, કનૈયાલાલ નીમાવત અને અનેક ગ્રામ અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા. ગામ ને નર્મદાના પીવાના પાણીનો પ્રશ્ન હતો તે 20 દિવસમા જ પુરો કરવામા આવશે અને…

Read More

ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા માં મંડળ મીડિયા કન્વીનર તથા સહ મીડિયા કન્વીનર ની નિયુક્તિ કરાઈ

હિન્દ ન્યુઝ, સિદ્ધપુર       પાટણ જિલ્લાના સિદ્ધપુર માં ભાજપ મંડળ દ્વારા જીલ્લા ના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાનેથી સિદ્ધપુર તાલુકાના મીડિયા મંડળ મા સિદ્ધપુર તાલુકા મીડિયા કન્વીનર અને સહ મીડિયા કન્વીનર ની નિમણુક થતા સિદ્ધપુર તાલુકા મીડિયા કન્વીનર તરીકે ભરતભાઈ લીમ્બાચીયા ની નિમણુક કરવામાં આવી અને સહ મીડિયા કન્વીનર તરીકે ચૌધરી મનીષ ભાઈ ભિલજી ભાઈ ની નિયુક્ત કરવામાં આવી. જેમાં આ નિમણૂક થતા સિદ્ધપુર તાલુકાના અને મિત્રો માં એક આશા નું કિરણ અને હર્ષની લાગણી અનુભવી હતી. ભરતભાઈ પોતે એક સમાજ સેવક અને એક ભાવનાત્મક વ્યક્તિ…

Read More

હોડા ગામ ની બંનેઆંગણવાડી કાર્યકર ની વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પાલનપુર      પાલનપુર ના વેડંચા સેજા માં આવતી હોડા ગામ ની બંને આંગણવાડી કેન્દ્રો ની કાર્યકર બહેનો રાવલ સુરેખાબેન તથા રાવલ અરુણાબેન ની વય નિવૃત્તિ થતા સરકાર ના નિયમ મુજબ બંને બહેનો ને આંગણવાડીઅધિકારી કાર્યકર બહેનો તેડાગર બહેનો હાજર રહી વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવેલ. આમ તો કેહવાય છે કે બાળક એ એક ઇશ્વર નું રૂપ કેહવાય. જેની કોઈ પ્રકાર ની ખબર હોતી નથી, ત્યારે એક નાનકડું પગથિયું જે નંદઘર જે આંગણવાડી થી ઓળખાય જેમાં બાળક ને રમત ગમત, નાસ્તો બધી જ સુવિધાઓ સરકાર દ્વારા કરવામાં…

Read More

સુરત શહેરમાં વધતી જતી મોંઘવારી ના મુદ્દે બહેનોએ કર્યો વિરોધ

હિન્દ ન્યુઝ, સુરત       તા. ૦૩/૦૭ /૨૦૨૧ ના રોજ સુરત શહેરના પુણાગામ ભૈયાનગર વિસ્તારના માં મોટી સંખ્યા માં મહિલા વિરોધ પ્રદર્શન માં બેઠા હતા. ગેસ સિલિન્ડર અને દૂધ, ખાદ્ય તેલ તેમજ અન્ય શાકભાજી તથા ફળ ફ્રુટ માં તોતિંગ ભાવ વધારો થતાં મહિલાઓ માં નારાઝગી જોવા મળી.   વિરોધ પ્રદર્શન માં મહિલાઓએ ગેસ સિલિન્ડર સાથે રોડ પર બેઠા અને રોડ પર પરંપરાગત લાકડાના બળતણ વાળા ચૂલા પર દૂધ વગરની કાળી ચા બનાવી દર્શાવ્યો વિરોધ પ્રદર્શન.     વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ…

Read More

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ હત્યા કેસ માં મહત્વ નો ચુકાદો આપ્યો

હિન્દ ન્યુઝ, દિયોદર     ભાભર તાલુકા ના બરવાળા ગામે આઠ વર્ષ અગાઉ ભત્રીજા ને સમાધાન માટે બોલાવી બે સગા કાકા અને ભાઈ દ્વારા લાકડી  ધોકા વડે હુમલો કરી ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ના જજ કે. એસ. હીરપરા ની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ત્રણે આરોપીઓ ને આજીવન કેદ અને દરેકને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.     ભાભર ગામે રહેતા કાનજીભાઈ શંકરભાઈ માળી ના દિકરા મહેશ માળી ઉમર 35 વર્ષ ગત વર્ષ તારીખ 9/ 9/ 2013…

Read More

“વિદેશમાં નોકરી/અભ્યાસ માટેનાં વિવિધ અંગ્રેજી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન વેબીનાર” નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર       મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર અને (ABROAD EDUCARE(AEC)-ભાવનગર)નાં સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૫/૦૭/૨૦૨૧ (સોમવાર)નાં રોજ સાંજે-૦૪:૦૦ કલાકે Google Meet https://meet.google.com/rmq-ntqw-cgd લિંક દ્વારા “વિદેશમાં નોકરી/અભ્યાસ માટેનાં વિવિધ અંગ્રેજી પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન વેબીનાર” નું આયોજન કરવામાં આવેલ છે. આ વેબીનાર માં વિષય અંગેનું માર્ગદર્શન વાસુ બોરીસા (ABROAD EDUCARE(AEC)-ભાવનગર દ્વારા આપવામાં આવનાર છે તેમજ આ વેબીનારનું સંચાલન ઇરફાન બિલખીયા (કેરીયર કાઉન્સેલર કમ પ્લેસમેન્ટ ઓફીસર) રોજગાર કચેરી – ભાવનગર દ્વારા કરવામાં આવનાર છે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

જિલ્લાના તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામા આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારો હાલ કોરોના વાયરસની બિમારી સબબ સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક, સોસ્યલ ડિસ્ટન્સ સાથે સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો,પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાના પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામગૃહ ખાતે ૧૨ તારીખે, મહુવા તાલુકાના સરકારી આરામગૃહ ખાતે ૧૩…

Read More