“આપણુ રેશમીયા ગામ ” ના એડમીન દ્રારા ગામની પ્રાથમિક સુવિધાઓ માટે મિટિંગ

હિન્દ ન્યુઝ,

      રેશમીયા ગામના યુવાનો દ્રારા ચાલતા ગ્રુપ “આપણુ રેશમીયા ગામ ” ના એડમીન દ્રારા ગામની પ્રાથમિક સુવિધાઓ ના હાલ જે અભાવ છે તે માટે મિટિંગ રુપારેલીયા હનુમાનજી મંદિરે ગોઠવી હતી. જેમા રેશમીયા ગામના સરપંચ વાલજીભાઈ માલકીયા, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ જીગ્નેશભાઈ પલાળીયા, ભાજપ કાઠી અગ્રણી શિવરાજભાઈ જેબલીયા, અમરદીપભાઈ ખાચર, હીરાભાઈ ત્રમટા ડેરીવાળા દિલુભાઈ માંજરીયા સાદુળભાઈ સાંબડ ગભરુભાઈ ખટાણા કાળાભાઈ, ભુપતભાઈ ગોવાળીયા, લાખાભાઈ માલકીયા, કનૈયાલાલ નીમાવત અને અનેક ગ્રામ અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા. ગામ ને નર્મદાના પીવાના પાણીનો પ્રશ્ન હતો તે 20 દિવસમા જ પુરો કરવામા આવશે અને નળથી નર્મદાનુ પાણી મળતુ થશે સ્ટ્રીટ લાઈટો પહેલા મેઈન મેઈન ચૌક ઉપર અને પછી તમામ પોલ પર નાખવામા આવશે. ગરીબ લોકોને મકાન મંજુર કરાવા નુ પણ ઝડપ થી કાર્ય થશે. બ્લોક અને ભુગર્ભ ગટર નુ પણ તાત્કાલીક આયોજન થનાર છે. આટલા વર્ષો મા પહેલી વાર આટલી સફળ મિટિંગ થઈ હોય સમસ્ત રેશમીયા ગામ આનંદ ની લાગણી અનુભવે છે. સરપંચ અને ભાજપ ઉપ પ્રમુખ નો પણ સંકલન મા ખુબ સાથ સહકાર રહ્યો હતો. આમ રેશમીયા ગામના યુવાનો એ બનાવેલા ગ્રુપ દ્રારા આજ ભેગા મળી ઘણા પ્રશ્નો નુ નીરાકરણ આવેલ છે.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા 

Related posts

Leave a Comment