અમરેલી જિલ્લાના બગસરા ના નિવૃત મામલતદાર તલાટ નું નિવૃત્તિ સન્માન સમારંભ આયોજન 

અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના નિવૃત મામલતદાર આઈ એસ તલાટ નું નિવૃત્તિ સન્માન સમારંભ બગસરા વડિયા મામલતદાર કચેરી તેમજ ધારી બગસરા પ્રાંત કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિવૃત્તિ સન્માન સમારંભ કાર્યક્રમ બગસરા નગરપાલિકા હોલ શાકમાર્કેટમાં યોજવામાં આવ્યો હતો. આ નિવૃત્તિ સન્માન સમારંભ બગસરા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા ફુલહાર તેમજ મોમેન્ટ અને ગિફ્ટ આપી નિવૃત્ત આઈએએસ તલાટ નુ સન્માન કર્યું હતું. વડીયા મામલતદાર કચેરી ના સ્ટાફ દ્વારા પણ નિવૃત મામલતદાર એસ્ટેટ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારી બગસરા પ્રાંત કચેરી દ્વારા પણ તલાટી નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ મકવાણાની હાજરી આપી હતી તેમજ નિવૃત્ત મામલતદારની કામગીરી બિરદાવી હતી. બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર નસીબએ પણ તલાટી ની કામગીરી પ્રશંસા કરી હતી. બગસરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વાળા પ્રાંત કચેરીના ભીંડી તલાટી ની કામગીરી તેમજ સરળ સ્વભાવ વિશે વાતો કરી હતી અને નિવૃત થયેલ તલાટ ની બગસરા પ્રત્યેની ફરજ સારી એવી મજા આવી હતી તેવું કહેવામાં આવ્યું હતું. આ નિવૃત્તિ સન્માન સમારંભમાં બગસરા મામલતદાર કચેરી વડીયા મામલતદાર કચેરી બગસરા ધારી પ્રાંત કચેરી બગસરા તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકા સ્ટાફ સસ્તા અનાજની દુકાનદારો એ હાજરી આપી હતી.

રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા

Related posts

Leave a Comment