ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

      કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાનું આયોજન થશે.

જેમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૧૨/૨૦૨૪ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ- ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.

જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં (૧) વકતૃત્વ (૨) નિબંધ લેખન (૩) ચિત્રકલા (૪) ભરત નાટ્યમ (૫) એકપાત્રીય અભિનય (૬) લોકનૃત્ય (૭) રાસ (૮) ગરબા (૯) સુગમ સંગીત (૧૦) લગ્નગીત (૧૧) સમૂહ ગીત (૧૨) લોકગીત / ભજન (૧૩) તબલા (૧૪) હાર્મોનિયમ (હળવુ) તેમજ

સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ – ૦૯ સ્પર્ધામાં (૧) કાવ્ય લેખન (૨) ગઝલ શાયરી (૩)લોકવાર્તા (૪) દુહા- છંદ ચોપાઇ (૫) સર્જનાત્મકકારીગરી (૬)સ્કુલ બેન્ડ (૭) ઓરગન (૮) કથ્થક (૯) શાસ્ત્રીય કંઠ્ય યોજાશે.

સંગીત અને સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી કુલ – ૦૭ સ્પર્ધાઓમાં (૧) સિતાર (૨) ગિટાર (૩) વાંસળી (૪) કુચિપુડી (૫) ઓડીસી (૬) મોહિની અટ્ટમ (૭) વાયોલીન તેમજ સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી કુલ – ૦૭ સ્પર્ધાઓમાં (૧) પખવાજ (૨) મૃદંગમ (૩) રાવણ હથ્થો (૪) જોડીયા પાવા (૫) સરોદ (૬) સારંગી (૭) ભવાઈ વગેરે કૃતિઓ યોજાશે. 

આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા કે ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો તેમજ ઇચ્છુ કલાકારોએ નિયત નમુના ફોર્મ ભરી, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે જોડી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લાસેવા સદન, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ, તા.વેરાવળ ખાતે કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન પહોચાડવાનું રહેશે. સમય મર્યદાબાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment