દિયોદરના ધ્રાન્ડવડા ગામે સામાન્ય બોલાચાલી મા સામ સામે હુમલો, બે રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે

હિન્દ ન્યુઝ, દિયોદર     દિયોદર તાલુકાનાના ધ્રાન્વડા ગામે સામાન્ય બોલાચાલી મા એક બીજા સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ગામના બન્ને યુવકોને ખાનગી વાહનમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવી સારવાર આપી હતી. મળતી માહિતી મુજબ ગત સાંજે દિયોદર ના ધ્રાન્ડવડા ગામે મંદિરમાં દારૂપીને આવવાને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. જ્યાં બંને યુવકો સામસામે મારામારી કરતા બંને ઘવાયા હતા, જ્યાં યુવકોને માથાના ભાગે, પગે વાગતા ખાનગી વાહન દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં બંને યુવકો ને પરિવારે સારવાર આપી ઘર વાપસી કરવામાં આવી હતી. દિયોદર…

Read More

દિયોદર ના ખેડૂતોએ અને ખેડૂત ક્રાંતિ યુનિય સાથે UGVCL કંપનીની વીજ બિલની બેવડી નીતિ સામે પ્રાંત અધિકારી દિયોદર ને આવેદન પત્ર પાઠવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર UGVCL કંપની દ્વારા ખેડૂતોને બોરવેલ ના વીજ બિલમાં બેવડી નીતિ થી ખેડૂતો સાથે અન્યાય ને લઈને દિયોદર ના ખેડતો અને ખેડૂત ક્રાંતિ યુનિય દ્વારા દિયોદર પ્રાંત અધિકારી એમકે દેસાઇને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતના ખેડૂતો સાથે વીજ કંપની UGVCL દ્વારા ખેડૂતોને એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ રાહત ૨૦ રૂપિયા પ્રતિ હોર્સ પાવર ને લઈ ખોટો વીજ બિલ આપતા હોવાને લઈને UGVCL કંપની દ્વારા ખેડૂતો સાથે બેવડી નીતિ બંધ કરી-એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ માંથી મુક્તિ આપવા સરકાર અને UGVCL કંપની સામે આવેદન પત્ર આપ્યું હતું. ગુજરાત સરકાર ની ઊર્જા વિભાગ…

Read More

લાખણી નાં કોટડા ગામે ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      લાખણી તાલુકા નાં કોટડા ગામે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ગ્રામજનો સહિત લોકો દ્વારા 50 બોટલ રક્તદાન રક્તદાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું. જે બ્લડ ધાનેરા વ્હાઈટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેંક માં જમાં કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.દિનેશભાઈ ચૌધરી, દીપકભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી એલ.વી.ચૌધરી. રઘુભાઈ સોલંકી રાષ્ટ્રીય કિસાન સંગઠન નાં જીલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી અને મોડેલ કરિયર સેન્ટર દ્વારા રિસ્યૂમ એટલે શું ? વિષય પર માર્ગદર્શક વેબિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, ભાવનગર અને મોડેલ કરિયર સેન્ટર, ભાવનગર દ્વારા રિસ્યૂમ એટલે શું ?, રિસ્યૂમનું મહત્વ તથા રિસ્યૂમમાં થતી ભૂલોથી બચવા માટે વિદ્યાર્થીઓના હિતમાં “નોકરીનું પ્રથમ પગથિયું-રીઝયુમ & Your Resume- your first impression” વેબીનારનું તા.૨૯/૦૬/૨૦૨૧ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે, Google Meet: https://meet.google.com/pei-cors-oic દ્વારા ઓનલાઈન આયોજન કરવામાં આવેલ છે. વિષય અંગેનું માર્ગદર્શન કોર્પોરેટ ટ્રેઈનર – કોર્નર ઈન્ડીયાના મન્સૂરભાઈ મોદન દ્વારા આપવામાં આવનાર છે તેમજ આ કાર્યક્રમનું સંચાલન બી.એન.ચુડાસમા (કેરીયર કાઉન્સેલર) રોજગાર કચેરી-ભાવનગર દ્વારા કરવામાં આવનાર છે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર)…

Read More