થરાદ તાલુકાના પઠામડા ગામ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

હિન્દ ન્યૂઝ, થરાદ     થરાદ ના પઠામડા ગામના જાગૃત નાગરિક ભાણાભાઇ ઠાકોર દ્વારા ગામમાં થતી મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની થતિ હોવાની લેખિત રજૂઆત જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ તમેજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને કરવામાં આવી હતી. એમાં પઠામડા ગામે ખાણ અને ખનિજ વિભાગ ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અગાઉ થરાદ તાલુકાના કેટલાક ગામોમાં ખનીજની મોટા પ્રમાણ માં ચોરી થયેલી છે. જેને લઇ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોઈ કાર્યવાહી કે દંડ આપવામાં આવ્યો કે નહીં જિલ્લા ખાણ ખનીજ દ્વારા ભીનું સંકેલાયુ હોય તેવું…

Read More

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૩ કેસ નોંધાયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર               ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ અને ૧ કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૦ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.               જિલ્લામાં કુલ ૧૨૦ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૬ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૫ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

યાત્રાધામ અંબાજીમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદ (સદાવ્રત) શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય સદાવ્રતનું સંચાલન જય જલિયાણ ફાઉન્ડેશન કરશે

હિન્દ ન્યૂઝ, અંબાજી                   કલેકટર આનંદ પટેલના નિર્ણયથી અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે તા.૧૪ જૂન-૨૦૨૧થી માઈભક્તો માટે ભોજન પ્રસાદનું સદાવ્રત શરૂ થશે. પરમ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બિંદુ તથા શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેદી સંગમ સમાન શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અરવલ્લીની ગીરીમાળામાં બિરાજમાન શક્તિ સ્વરૂપા માં જગદંબાના દર્શને વર્ષમાં અંદાજિત ૧ કરોડ જેટલાં દર્શનાર્થીઓ માં અંબેના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવે છે. હાલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા અંબિકા ભોજનાલયનું સંચાલન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૭.૧૨…

Read More

લાખણી ના કાતરવા ગામની સીમ માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આગથળા પોલીસ ટીમ

હિન્દ ન્યુઝ, લાખણી               પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠા, પાલનપુર નાઓએ દારૂ – જુગારની પ્રવૃત્તિ ડામવા અંગે સુચન કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર. ઓઝા તથા પી.એન.જાડેજા પો.સબ.ઇન્સ આગથળા પો.સ્ટે તથા આગથળા પોલીસ સ્ટેશનના સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે કાતરવા ગામની સીમમા અમુક ઇશમો જુગાર રમે છે. જે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબ ના નામ વાળા ઇશમો રોકડા રૂ. ૧૪,૪૦૦/- સાથે…

Read More

ચોટીલામાં એરૂડેશ્વર મહાદેવ મંદિરે ૬૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ

હિન્દ ન્યૂઝ, ચોટીલા                      સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા અને એરૂડેસ્વર મહાદેવ ગ્રુપના સંયુક્તે આજે ચોટીલામાં એરૂડેશ્વર મહાદેવ મંદિરે ૬૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં કણજી, પીપળો, ઉંબરો, લીમડો, શરૂ, ગુલમહોર, આવળીયો, બીલી, અવન-ચવન વગેરે જેવા વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . જેમાં ધમેન્દ્રસિંહ ગોહિલ, ભગુભાઈ ખાચર, રાજુભાઈ કોટક, બાબભાઈ ખાચર, પ્રદીપસિંહ જાડેજા, શૈલેષભાઈ ઉપાધ્યાય, જોશીભાઈ, મુકાભાઈ પરમાર, નવલસિંહ ઝાલા તેમજ સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ ના મોહીતભાઇ પરમાર, હિતેશભાઈ સરવૈયા, જયદીપભાઈ પરાલિયા, કુલજીતભાઈ ખાચર, મેહુલભાઈ ખંધાર, દેહાભાઈ ચૌહાણ, વિરમ ઘાંઘળ, ચેતન…

Read More

ડભોઈ પોલીસે રેડ કરતા ધરમપૂરી ગામે અંબાવડિયામાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપ્યા

હિન્દ ન્યૂઝ, ડભોઇ             ડભોઇ પોલીસ ઇસ્પેક્ટર જે.એમ વાઘેલાને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે ધરમપુરી ગામે આંબાવાડી ઓમાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા સારું રૂપિયા વડે ભેગા પત્તા પાના થી હારજીતનો જુગાર રમી રમાડે છે. જે ચોક્કસ બાતમીને આધારે હકીકત વાળી જગ્યાએ ધરમપુરી ગામે આંબાવાડીઓમાં હકીકતના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનોએ તે જગ્યા ઉપર દરોડો પાડતા સદર જગ્યા ઉપરથી ચારેય ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં (૧). તુષારભાઈ ગીરીશભાઈ ઉ. વ, ૨૪ રહે. પટેલ ફળિયું વડજ, તા. ડભોઇ, જી.વડોદરા, (૨).…

Read More

વડોદરા જિલ્લા ભાજપા યુવા મોરચાની ડભોઇ- દર્ભાવતિ ખાતે પરિચય બેઠક-સન્માન સમારંભ -વૃક્ષારોપણ કરાયું

હિન્દ ન્યૂઝ, વડોદરા     ડભોઇના કોમર્સ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી સહિતના હોદ્દેદારો અને દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં વડોદરા જિલ્લા યુવા મોરચાની પરિચય બેઠક યોજાઇ હતી. જેમાં નવા વરાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કોરોના મહામારીના સમયે પક્ષના આદેશ અનુસાર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના હોદેદારો અને કાર્યકરો દ્વારા જે મહત્વની કામગીરી કરાઈ હતી . જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા, રેમડે સિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા વગેરે જેવી મહત્વની બાબતોમાં યુવા મોરચાના કાર્યકરોએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. જે ખરેખર પ્રસંશનીય…

Read More

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન

હિન્દ ન્યૂઝ, બગસરા      મળતી માહિતી મુજબ અમરેલીના બગસરા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા વર્તમાન સમયમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને તેલ ગેસના ભાવ વધારો થતાં નાના વેપારીઓ તેમજ આમ જનતા આ કોરોના કાળમાં જિંદગી જીવવા ઝઝૂમી રહી છે ત્યારે સરકાર દ્વારા આમ જનતાની પરેશાની સાંભળવાને બદલે મોંઘવારી ના દબાણ નીચે દબાવવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા જનતા જગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સરકાર વિરોધી સૂત્રોચાર કરી કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કોંગ્રેસ સમિતિ દ્વારા બગસરાના ગોંડલીયા ચોક તેમજ સ્ટેશન રોડ પર આવેલ ઓમકાર પેટ્રોલ…

Read More

આજે જિલ્લામા ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનું અવસાન થયું

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૬૮ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. આજરોજ ભાવનગર શહેરમાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૪૫ અને તાલુકાઓમાં ૧૪ કેસ મળી કુલ ૫૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી…

Read More

પેટ્રોલ- ડીઝલ ભાવ આસમાને જતા જનતાનો વિરોધ પ્રદર્શન

હિન્દ ન્યૂઝ, સુરત      સુરતના સાયણ દેલાડ પાટિયા નજીક પેટ્રોલ- ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્ય માં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના સંદર્ભમાં આજ રોજ તા.૧૧-૬-૨૧ શુક્રવાર ના રોજ ૧૧:૩૦ કલાકે સાયણ ગામના દેલાડ પાટિયા, પેટ્રોલ પંપ પાસે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો, મહિલાઓ અને ગરીબોના હિતમાં પેટ્રોલ -ડિઝલ અને ગેસ ના વધી રહેલા અસહ્ય ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રસંગે દર્શન ભાઈ નાયક સાથે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ દેસાઈ, ડી.એલ.પટેલ, મનોજ…

Read More