હિન્દ ન્યૂઝ, ન્યૂઝ, દાહોદ તા.૦૫, દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ૧૫ કરોડથી વધુના ખર્ચે ૨૮.૩૮ કિ.મી.ના પાકા રસ્તાની કામગીરીનો આરંભ રાજયમંત્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયાના ટીડકી ગામથી ખાતમુહૂર્ત કરાવીને કર્યો છે. ઉપરાંત તેમણે ઝાબીયા, મોટી ખજૂરી, અંતેલા, હીન્દોલીયા અને અસાયડી ગામ ખાતે પણ પાકા રસ્તા બનાવવાની કામગીરીનો આજે શુભારંભ કરાવ્યો છે. દેવગઢ બારીયાના વિવિધ ગામોમાં ૧૫૭૬.૫૦ લાખના ખર્ચે ૨૮.૩૮ કિ.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનું મંત્રી શ્રી ખાબડે ખાતમુહૂર્ત કર્યું હતું. રાજય મંત્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઇ પણ ગામના વિકાસ કરવો હોય તો રસ્તો એ પ્રથમ જરૂરીયાત છે. જે…
Read MoreDay: November 6, 2020
રાજકોટ શહેરના પોલીસ દ્વારા હદપાર ઈસમને પકડી પાડેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોને ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલ ત્રિવેણીનગરમાં રહેતા રામજી ઉર્ફે રોહિત ઉર્ફે બાડો પ્રકાશભાઈ સોલંકીને રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર ૪ જીલ્લામાં હદપાર કરાયો હોવા છતાં તેના ઘર પાસેથી મળી આવતા, S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ A.S.I ધર્મેન્દ્રસિંહ રાણા અને રણછોડભાઈ આલ સહિતના સ્ટાફે હદપાર ભંગ સબબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર ના કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા પર ખુની હુમલો કર્યો
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૫/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર અને તેની સાથે રહેલા રાજેશ ભરતભાઈ ડાંગર પર ૭ શખ્સોએ હુમલો કર્યો છે. સામુ જોવા જેવી સામાન્ય બાબતે હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે. અશોક ડાંગરના ભાઈ દિલીપભાઈના દિકરા જયદિપ અને રાજેશ ભરતભાઇ ડાંગર લક્ષ્મીવાડીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામું જોવા જેવી નજીવી બાબતે ભરવાડ શખ્સો સાથે બોલાચાલી થઈ હતી.…
Read More