ડભોઇના કુંઢેલા કેનાલ પાસેથી એસઓજીની ટીમે દેશી તમંચા સાથે એક યુવકને ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ નજીક થી પસાર થતી કેનાલ પાસેથી વડોદરાની એસ.ઓ.જી.ની ટીમે એક યુવકને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો. વડોદરા એસ.ઓ.જી.ની ટીમને બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે એક યુવાન દેશી તમંચો લઈને વડોદરા જનાર છે. જેથી એસ.ઓ.જી. વડોદરા ની ટીમે કુંઢેલા કેનાલ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બપોરના ત્રણ કલાકની આસપાસ બાતમી મુજબ નો કાળા કલરનો શર્ટ પહેરેલ યુવાન ભીલાપુર ગામની કેનલ તરફથી ચાલતો આવી પહોંચતા એસ.ઓ.જી.ની ટીમે તેને આંતરી ઉભો રાખી પૂછપરછ કરી હતી અને આ યુવકની અંગઝડતી કરતા તેની પાસેથી…

Read More

આજરોજ પાટણ જિલ્લા ભાજપ દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ

હિન્દ ન્યૂઝ,રાધનપુર પૂર્વ મુખ્યમંત્રી શ્રધ્ધેય સ્વ. શ્રી કેશુભાઇ પટેલ, પાટણ લોકસભાનુ ચાર ટર્મ નેતૃત્વ કરનાર પૂર્વ સાંસદ સ્વ. શ્રી મહેશભાઈ કનોડીયા તથા કરજણના પૂર્વ ધારાસભ્ય, ગુજરાતી ફિલ્મ ના મિલેનિયમ મેગા સ્ટાર સ્વ. શ્રી નરેશભાઇ કનોડીયા ની પ્રાર્થનાસભા આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ. જેમા જિલ્લા સંગઠન પ્રભારી મયંકભાઇ નાયક, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ તથા પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઇ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી પાઠવી હતી. રિપોટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Read More

સુરત ખાતે 13 વર્ષ ની બાળા કેસર બવાડિયા ના ગરબા સોન્ગ થી લોકો ને મનમોહિત કર્યા

હિન્દ ન્યૂઝ, સુરત સુરત ખાતે 13 વર્ષ ની સૌની લાડકી એવી કેસર બવાડિયા આજે ગુજરાત ખાતે જેમના નામ ની ચર્ચા થાય છે જેમણે મુંબઇ, વાપી, વલસાડ, નવસારી, બારડોલી, ડાંગ, આહવા, ભરૂચ, વડોદરા, રાજ પીપળા, અમદાવાદ તેમજ સુરત માં 150 થી પણ વધારે લાઈવ શૉ કર્યા છે અને ફક્ત દોઢ વર્ષ માં સિગિંગ સ્પર્ધા માં ભાગ લઇ 80 શિલ્ડ, એવૉર્ડ લઇ આવી છે. ગુજરાત સારેગામાં માં વોઇસ ઓફ યુનિક નું બિરુદ મેળવેલું છે. સુરત ખાતે સરદાર પટેલ ઓડિટોરિયમ માં 2 શૉ પણ કરી ચુકી છે. ભણવાની સાથે સંગીત અને તેની સાથે…

Read More

વેરાવળ નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૫૦૦ ભરી નળ જોડાણ કાયદેસર કરી શકાશે

ગીર સોમનાથ તા.૦૨, નલ સે જલ યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળથી પાણી મળી રહે તે માટે સરકારએ નિતિ જાહેર કરેલ છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં રહેતા નાગરિકો દ્રારા કોઈ પ્રક્રિયા વગર કે નિયત ફિ ભર્યા વગર નળ જોડાણ લઈ લેવામાં આવેલ તેઓએ તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીમાં કનેકશન દીઠ રૂા.૫૦૦ ની રકમ નગરપાલિકાના પાણી શાખામાં ભરી કનેકશનને કાયદેસર કરાવી લેવુ અથવા પાણીનું નવું કનેકશન મેળવવા માંગતા હોય તેઓએ નગરપાલિકાના પાણી શાખાનો સંપર્ક કરવા ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા,…

Read More

 વેરાવળ નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૫૦૦ ભરી નળ જોડાણ કાયદેસર કરી શકાશે

ગીર સોમનાથ તા.૦૨, નલ સે જલ યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળથી પાણી મળી રહે તે માટે સરકારએ નિતિ જાહેર કરેલ છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં રહેતા નાગરિકો દ્રારા કોઈ પ્રક્રિયા વગર કે નિયત ફિ ભર્યા વગર નળ જોડાણ લઈ લેવામાં આવેલ તેઓએ તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીમાં કનેકશન દીઠ રૂા.૫૦૦ ની રકમ નગરપાલિકાના પાણી શાખામાં ભરી કનેકશનને કાયદેસર કરાવી લેવુ અથવા પાણીનું નવું કનેકશન મેળવવા માંગતા હોય તેઓએ નગરપાલિકાના પાણી શાખાનો સંપર્ક કરવા ચીફ ઓફિસર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા,…

Read More

રાજકોટ શહેરના લાલપરી નદીનાં કાંઠે મરઘા વચ્ચે લડાઈ કરાવી જુગાર રમાડતા શખ્સો પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી

રાજકોટ, તા.૨/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મોરબી રોડ જકાતનાકા પાછળ જય જવાન જય કિશાન સોસાયટી પાછળ સ્થિત ખોજા કબ્રસ્તાનની નજીકના જૂની લાલપરી નદીના કાંઠે મરઘાંની ફાઈટ કરાવી જુગાર રમતો હોવાની બાતમીના આધારે  ક્રાઇમ બ્રાંચના P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી, A.S.I જ્યૂભા પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા, એભલભાઈ બરાની ટીમે દરોડો પાડ્યો હતો. પરંતુ પોલીસ આવ્યાની જાણ થતાં જ ટોળું વળી જુગાર રમતા અને જોતાં શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જુગારના દરોડા સમયે કેટલાય શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સ્ટાફના હાથમાં આવેલા જૂનાગઢ બાટવા બસ સ્ટેન્ડના…

Read More

ડીસા ખાતે એન્જલસ સ્કૂલ નું ગૌરવ..!

ડીસા તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે અંડર-૧૭ ભાઈઓની કબડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ની એન્જલસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠક્કર કેયુર મેહુલભાઈ એ ગુજરાતની ટીમ વતી રમી ગુજરાતની ટીમને વિજય બનાવેલ છે. જેમાં તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે અને શાળા તેમજ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરેલ હતું. તે બદલ શાળા પરિવાર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા. અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Read More

લવ જીહાદ રોકવા બાબતે ડીસા હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ મેદાનમાં

ડીસા બનાસકાંઠા જિલ્લા તથા સમગ્ર રાજ્યમાં હિન્દી યુવા સંગઠનો દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આપણા હિન્દુ ધર્મ ની બેન દીકરી ને કેટલાક લઘુમતિ કોમના યુવકો ખોટી રીતે પજવણી કરી અને પ્રેમમાં ફસાવી આવા કૃત્ય કરતા હોય છે. જે બાબતે ગતરોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કાર્યકર્તાઓ એવા મનોજભાઈ ઠાકોર, નટવરજી ઠાકોર, હિતેશભાઈ રાજપુત, જીતુભાઈ ગોસ્વામી, પૂજન જોશી દિનેશભાઈ લોધા, કૌશિક સાધુ, લાલાભાઇ, પીન્ટુભાઇ અને પ્રતીક રાઠોડ દ્વારા ડીસા શહેરના મુખ્ય માર્ગો પર એક કમ્પ્લેન બોક્સના લગાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક લઘુમતિ કોમના યુવકો ખોટી રીતે યુવતીઓને છેડતી…

Read More

ડીસાની સાર ટાઉનશીપ માંથી કુટણખાનું ઝડપાયું

ડીસા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજરોજ ડીસા શહેર ની સાર ટાઉનશીપ માંથી ઉત્તર પોલીસે દેહવેપાર ના ધંધા કરતા કુટણખાનું ઝડપી પાડયું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ કુટણખાનામાં પોલીસે ડમી ગ્રાહક મોકલી આકસ્મિત રેડ પાડી સમગ્ર કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં કૂટણખાના ચલાવતા ઘરમાંથી પોલીસે કોન્ડમ કીટ મોબાઇલ સહિત કુલ રૂપિયા 20,500 મુદ્દામાલ જપ્ત કરી નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાએ આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર : કંચનસિંહ વાઘેલા, ડીસા

Read More

અરવલ્લી જીલ્લામાં સેવરોલેટ કાર, વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

અરવલ્લી પોલીસ મહાનીર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચડુાસમા પોલીસ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સચૂનાઓ મજુબ સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જેમાં ઉપરોકત સચૂનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અરવલ્લી નાઓની સચૂના મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો (૧) એ.એસ.આઇ અનિલકુમાર અંબાલાલ (ર) અ.હે.કો ઇમરાનખાન નજામિયા (૩) અ.હે.કો સંજયકુમાર મણીલાલ (૪) અ.હે.કોન્‍સ.પ્રમોદકુમાર સુખદેવપ્રસાદ (૪) ડ્રા.આ.હે.કો.પ્રવીણસિંહ મોહનસિંહ નાઓ આજરોજ મોડાસા રૂરલ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ તેમજ નાકાબંધી માં હતા.…

Read More