આજરોજ પાટણ જિલ્લા ભાજપ દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ

હિન્દ ન્યૂઝ,રાધનપુર

પૂર્વ મુખ્યમંત્રી શ્રધ્ધેય સ્વ. શ્રી કેશુભાઇ પટેલ, પાટણ લોકસભાનુ ચાર ટર્મ નેતૃત્વ કરનાર પૂર્વ સાંસદ સ્વ. શ્રી મહેશભાઈ કનોડીયા તથા કરજણના પૂર્વ ધારાસભ્ય, ગુજરાતી ફિલ્મ ના મિલેનિયમ મેગા સ્ટાર સ્વ. શ્રી નરેશભાઇ કનોડીયા ની પ્રાર્થનાસભા આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ. જેમા જિલ્લા સંગઠન પ્રભારી મયંકભાઇ નાયક, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ તથા પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઇ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

રિપોટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment