ડભોઇના કુંઢેલા કેનાલ પાસેથી એસઓજીની ટીમે દેશી તમંચા સાથે એક યુવકને ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ નજીક થી પસાર થતી કેનાલ પાસેથી વડોદરાની એસ.ઓ.જી.ની ટીમે એક યુવકને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો. વડોદરા એસ.ઓ.જી.ની ટીમને બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે એક યુવાન દેશી તમંચો લઈને વડોદરા જનાર છે. જેથી એસ.ઓ.જી. વડોદરા ની ટીમે કુંઢેલા કેનાલ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બપોરના ત્રણ કલાકની આસપાસ બાતમી મુજબ નો કાળા કલરનો શર્ટ પહેરેલ યુવાન ભીલાપુર ગામની કેનલ તરફથી ચાલતો આવી પહોંચતા એસ.ઓ.જી.ની ટીમે તેને આંતરી ઉભો રાખી પૂછપરછ કરી હતી અને આ યુવકની અંગઝડતી કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ- તમંચો મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી.ની ટીમે આ યુવક પાસેથી આ દેશી બનાવટની પિસ્તોલ અંકે રૂ.૨૦,૦૦૦ રૂપિયા ની કિંમત ની કબજે લીધી હતી. તપાસ દરમિયાન આ યુવાનનું નામ ઈમ્તિયાઝ યાકુબ દિવાન રહે. કિસાન નગર હસનેન સોસાયટી પાછળનો હોવાનું જાણવા મળ્યું હતું. તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમજ આ યુવક આ દેશી તમંચો ક્યાંથી લાવ્યો હતો અને તે કોણે આપવા જનાર હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. તેમજ આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા આરંભી છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment