રાજકોટ શહેરના લાલપરી નદીનાં કાંઠે મરઘા વચ્ચે લડાઈ કરાવી જુગાર રમાડતા શખ્સો પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી

રાજકોટ,

તા.૨/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મોરબી રોડ જકાતનાકા પાછળ જય જવાન જય કિશાન સોસાયટી પાછળ સ્થિત ખોજા કબ્રસ્તાનની નજીકના જૂની લાલપરી નદીના કાંઠે મરઘાંની ફાઈટ કરાવી જુગાર રમતો હોવાની બાતમીના આધારે  ક્રાઇમ બ્રાંચના P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી, A.S.I જ્યૂભા પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા, એભલભાઈ બરાની ટીમે દરોડો પાડ્યો હતો. પરંતુ પોલીસ આવ્યાની જાણ થતાં જ ટોળું વળી જુગાર રમતા અને જોતાં શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જુગારના દરોડા સમયે કેટલાય શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સ્ટાફના હાથમાં આવેલા જૂનાગઢ બાટવા બસ સ્ટેન્ડના ભીખુ સામત ઉર્ફ ભાણાભાઈ પરમાર (ઉ.૨૧), અમદાવાદ લાભ મંદિરના સુનિલ વિજય ચુનાર (ઉ.૧૯), જામનગરના ઢીંચડા ગામના સલમાન અનવરભાઈ બેગાણી (ઉ.૨૩), કાસમ ઈસ્માઈલભાઈ ખફી (ઉ.૨૨), ચુનારવાડના રાયધન બાબુ સોલંકી (ઉ.૨૫), સબીર ઇસ્માઇલભાઈ ભગાડ (ઉ.૪૧), જામ ખભાળીયાના ઇમરાન હુસેનભાઈ ગજણ (ઉ.૨૦), યુનુસ નૂર મામદ સંઘાર (ઉ.૩૨), ઉત્તમ ચંદુભાઈ પરમાર (ઉ.૩૦), જૂનાગઢ મુબારકબાદના ગોવિંદ હીરાભાઈ મકવાણા (ઉ.૩૬) ની ધરપકડ કરી હતી. નદીના કાંઠેથી રૂા.૨૦,૭૨૦ રોકડા, ૧૬ ટુ-વ્હીલર, ૯ ફોર વ્હીલર, ૯ મોબાઈલ મળી રૂ.૧૪,૪૬,૩૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment