COVID-19 અંતર્ગત માહિતી ૨૨/૧૦/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૨૯ ટીમો…

Read More

દિયોદર ના ગોલવી ગામ પરિવારજનો એ પોલીસ ને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ના લીધા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના ગોલવી ગામે જૂની અદાવત રાખી એક બે સંતાન ના પિતા પર અમુક ઈસમો એ હીંચકારો હુમલો કરતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઇજા ગ્રસ્ત યુવાન ને સારવાર માટે દિયોદર રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જેમાં વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના ગોલવી ગામે રહેતા ગોવિદ દેવીપૂજક નામ નો બે સંતાન નો પિતા ઘર આગળ તેમના છોકરા ને લઈ ઉભો હતો. તે સમય દિયોદર ના પાલડી ગામે રહેતો ડાયા દેવીપૂજક નામ…

Read More

છોટાઉદેપુર જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ પથિક સોફટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવાની રહેશે

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસમાં આવતા આગંતુકોને રૂમ ભાડે આપતી વખતે રૂમ ભાડે રાખનાર પાસેથી તેઓની ઓળખાણના પુરાવા જેવા કે, ઓળખકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશનકાર્ડ, પાનકાર્ડ વિગેરેની નકલો મેળવીને રૂમ આપે તેનું અલાયદું રજીસ્ટર નિભાવવું જરૂરી છે. સાથો સાથ રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર, સ્કેનર રાખી અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર…

Read More

વાંકાનેરના ગંગાબેન સિવિલમાં પ્રસૂતાને ખવડાવે છે ઘીનો શીરો

હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેરના ગંગાબેન છેલ્લાં ચાર વર્ષથી સરકારી હોસ્પિટલમાં પ્રસૂતાને ચોખ્ખા ઘીથી બનાવેલો અને કાજુ, બદામ, પીસ્તા, ચારોલી યુક્ત શીરો ખવડાવીને માનવીની જાતને ઉજાળી રહ્યા છે. શહેરના ગાયત્રી મંદિર પાસે રહેતા ગંગાબેન કાનજીભાઈ ગમારા નાત જાતના ભેદભાવ વિના સ્વખર્ચે ડ્રાય ફ્રુટ શીરો પોતાના ઘરે જાતે જ બનાવી પોતે જ સિવિલ હોસ્પિટલ ખાતે જે કોઈ પણ અને ગમે તેટલી પ્રસુતાઓ હોય તે તમામને શીરો ખવડાવવી પુણ્ય નું ભાથું બાંધે છે. નિસ્વાર્થ ભાવે શીરો સવારે બનાવીને તેમના પતિ કાનજીભાઈની મદદથી મોટરસાયકલ પર સિવિલ હોસ્પિટલ પહોંચે છે. કાનજીભાઈએ દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું…

Read More

બગસરા સથવારા સમાજની વાડીમાં ચૂંટણી મધ્યવર્તી કાર્યાલય ખુલ્લી મુકવામાં આવી

હિન્દ ન્યૂઝ, બગસરા, મળતી માહિતી મુજબ હાલ પેટા ચૂંટણી જાહેર થતાં જ પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી, બગસરા, ખાંભા ની સીટ પર વિજય મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. કોઈપણ હાલતે આ પેટા ચૂંટણીના જંગમાં વિજય મેળવવા બગસરા તાલુકાના દરેક ગામોમાં ખાટલા બેઠકો તેમજ લોક સંપર્ક કરી રહ્યા છે. રાતદિવસ એક કરી મતદારો તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી જંગમાં બગસરા ભાજપ ના દરેક કાર્યકરો પણ મહેનત કરી રહ્યા છે. જે આજે તારીખ ૨૧ ના રોજ બગસરા સથવારા સમાજની વાડીમાં ચૂંટણી મધ્યવર્તી કાર્યાલય ખુલ્લી મુકવામાં આવી છે. આ કાર્યાલય ના…

Read More

આજ રોજ ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષિમત દેવજી અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાધેલાની સુચના અનુસાર

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ સંગીતાબેન ચાડપા ની અધ્યક્ષતા માં હાથરસની દીકરી મનીષા બેન વાલ્મીકિ ને વહેલી તકે ન્યાય મળે અને આરોપી ઓને ફાંસી સજા મળે એવી માંગ સાથે પી.એમ. નરેન્દ્ર મોદી અને એમ.આદિત્ય નાથ ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. જેમાં વેરાવળ પાટણ શહેર મહિલા કોંગ્રેસ ના પ્રમુખ દેવીબેન ગોહિલ જિલ્લા મહિલા કોંગ્રેસ ના ઉપપ્રમુખ મૂરી બેન નાધેરા જિલ્લા મહામંત્રી મંજુલાબેન સોલંકી જેતુન બેન રીઝવવાના બેન ચોહાણ વગેરે મહિલા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. એમ સંગીતાબેન ચાડપા ની…

Read More

કોડીનાર માં મુસ્લિમ સગીરા પર બલાત્કાર મામલે મુસ્લિમ એકતા મંચ લાલ ધુમ શહેરમાંથી આવેદનપત્રો આપી આક્રોશ ભરી રજુઆત કરી

હિન્દ ન્યૂઝ, કોડીનાર, કોડીનાર માં મુસ્લિમ સગીરા પર બલાત્કાર ના મામલે કાજ ગામ ના ખેતર માં મંજુરી કામ કરતી ૧૪ વર્ષ ની સગીરા પર બલાત્કાર મામલે પ્રવીણસિંહ ઝાલા સામે પીડીત ના દાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમસ્ત સમાજમાં લાગણી વરસાવી રહયા છે. જ્યારે નિડર અને પ્રમાણીકતા ની છાપ ધરાવતા અને લધુમતી સમાજ ના પક્ષો અને સમસ્યાઓ માટે તન મન અને ધનથી સહયોગી થવા તેમજ અન્યાય સામે ન્યાય ની માંગણી કરતા ગુજરાત મુસ્લિમ એકતા મંચ ના હોદેદારો સદસ્યો ઓ દ્વારા કોડીનાર ખાતે આવેદનપત્ર આપી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી…

Read More

કવાંટ પોલીસ દ્વારા મોટી ચીખલી ગામેથી બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પો.સ.ઇ. સી. કે.નિનામા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની શોધખોળ તપાસમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળેલ કે એક ઈસમ એક સુપર સ્પ્લેડર મોટરસાયકલને રાયસિંગપુરા ગામ બાજુથી મોટી ચીખલી તરફ આવનાર છે. તેવી બાતમી આધારે મોટી ચીખલી ગામે રોડ ઉપર પોલીસ સ્ટાફ વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી મોટરસાયકલ લઈને એક ઈસમ આવતા તેને ચારે બાજુએથી ઘેરીને પકડી પાડેલ એને તેનું નામ રહેઠાણ વિશે પૂછતાં રાહુલભાઈ કમલેશભાઈ રાઠવા, મૂળ રહે રાયસિંગપુરા, પટેલ ફળિયા, તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે, ઉનડા, તા.બોડેલી. જી છોટાઉદેપુર હોવાનું જણાવેલ…

Read More

રાજકોટ શહેર ના વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલ આઈ.ડિવિઝનના ટ્રાફિક A.S.I ને ઝડપી પાડેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર S.O.G ના હેડ.કોન્સ. ભાનુભાઈ મિયાત્રા, કિશનભાઇ આહીર, પો.કોન્સ. હીતેષભાઇ રબારી, નીખીલભાઇ પિરોજીયા પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન તેઓને સંયુકત બાતમીદારો મારફતે મળેલી બાતમીના આધારે વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલા અમદાવાદ ખાતે આઇ-ડીવીઝન ટ્રાફીક પોસ્ટમાં A.S.I તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર, કૃણાલ હસમુખભાઇ શાહ, મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદને ઝડપી લીધા હતા. પોલીસે કારમાં છુપાવેલ ૭૨ બોટલ દારૂ, ૫ મોબાઈલ અને ૨ કાર સહિત રૂ.૯.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી દારૂ કોને દેવા માટે આવ્યા હતા. તે…

Read More

રાજકોટ શહેર જંક્શન પ્લોટમાં આહુઝા સીઝન સ્ટોર્સમાં દરોડો પાડી મેચ ઉપર ફોનમાં સટ્ટો રમતા વેપારી યુવકની ધરપકડ

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન A.S.I સી.એમ.ચાવડા, કરણભાઇ મારૂ, સંતોષભાઈ મોરી ને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ચાવડા, ઇંદ્રજીતસિંહ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, જયંતીભાઈ ગોહિલને સાથે રાખીને જંક્શન પ્લોટમાં આવેલ આહુઝા સીઝન સ્ટોર્સમાં દરોડો પાડ્યો હતો. જ્યાં કલ્પેશ અજીતભાઈ આહુઝા નામના સિંધી વેપારી યુવક ટીવીમાં જોઈને મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગસ ઇલેવન પંજાબના I.P.L મેચ ઉપર ફોનમાં I.D બનાવી રન ફેર, હારજીતના સોદા કરી જુગાર રમતા રંગે હાથ મળી આવતા તેની ધરપકડ કરી. ૫૦…

Read More