રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા સોમવારે એટલે કે ૨૨ જુનના રોજ ૫ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે

રાજકોટ,   રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઘણા વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે એટલે કે ૨૨ જુનના રોજ ૫ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. વોર્ડનં.૭.૧૩.૧૪.૧૭.૧૮ માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. ભાદર ડેમથી આવતું પાણી લાઈન જોડાણને લઈને આ પાણીકાપ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં એક સાથે પાંચ વોર્ડમાં પાણીકાપ થતા રાજકોટની જનતાને મુશ્કેલી વેઠવી પડશે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર કુવાડવા રોડ પર આવેલ ડી-માર્ટમાં ફૂગવાળી વાસી ૧૦કિલો બ્રેડનો મહાનગરપાલિકાએ કર્યો નાશ

  રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટમાં ફૂગવાળી વાસી બ્રેડ વેચાતી હોવાની ફરિયાદ મળતા ફૂડ વિભાગના અધિકારીઓ ડી-માર્ટ ખાતે તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડને ચેક કરતા તેમા ફૂગ જોવા મળી. જેના કારણે ફૂડ અધિકારીએ ૧૦કિલો બ્રેડના જથ્થાનો નાશ કરી મોલ સંચાલકોને નોટીસ પાઠવી રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર રાજય સરકારશ્રીના આદેશ અનુસાર નવા ભળેલા ગામોને વોર્ડનું વિસ્તરણ કરી વોર્ડ નંબર નિયત કરાયા હતા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ શહેર મહાનગરપાલિકામા ભેળવવામાં આવેલ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર, મનહરપુર-૧ સહિતના નવા સીમાંકન ના થાય ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા કામચલાઉ ધોરણે જે તે વોર્ડનું વિસ્તરણ કરી મોટામવા ને વોર્ડનં.૧૦ મુંજકા ને વોર્ડનં.૯ ઘંટેશ્વર ને વોર્ડનં.૧ અને માધાપર, મનહરપુર-૧ સહિતને વોર્ડનં.૨ તરીકે કરવામાં આવેલ છે. આ હુકમ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દામનગર પોલીસ તિન પત્તી નો જુગાર રમતા 3 ઈસમોને પકડતી પોલીસ

દામનગર, દામનગરના લાઠી તાલુકા ખાતે આવેલ નારાયણ નગર આંબરડી રોડ પાસે આવેલ ખંડિયા હનુમાન ના મંદિર પાછળ તારીખ 18-06-2020 ના રોજ  તીનપત્તી નો જુગાર રમતા 3 ઈસમો ને બાતમીના આધારે પકડી પાડેલ, જેમાં મુદ્દામાલ રોકડ રકમ 15400, મોબાઇલ નંગ 3 કિંમત અંદાજે 7500, મોટર સાયકલ નંગ 2 કિંમત અંદાજે 30000 કુલ મુદ્દામાલ કિંમત 52900 નો માલ સમાન કબ્જે કરેલ છે ધારા 12 કલમ મુજબ ગુનો નોંધેલ છે. દામનગર પોલીસ સ્ટાફ આ ઈસમોને પકડી લીધા હતા. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Read More

જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવ્યું. સારવાર દરમીયાન રાજકોટ સિવિલમાં

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવ્યું. ઉનાના સીમાસી ગામના ભાવેશ ઝવેરભાઈ ખખર જાતિએ કોળી જેને આજે સવારે જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે છેલ્લા બે વર્ષથી ધોરાજી રહેતો હતો. નીચે પટકતા તે ગંભીર રીતે ધાયલ થયો હતો. બાદમાં વધુ સારવાર માટે ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમીયાન તેનું મોત નીપજ્યું છે. પોલીસે આ ઘટના બાબતે તપાસ શરૂ કરી છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર ગામોને ભેળવવાની દરખાસ્તને રાજય સરકાર દ્વારા મંજુરીની મહોર

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ રાજય સરકાર દ્વારા માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરને રાજકોટ મહાપાલિકાની હદમાં ભેળવવાનાં નિર્ણય આપવામાં આવી હતી. આજે સવારે ભાજપ અગ્રણી ઘોઘુભા જાડેજા, ઘંટેશ્ર્વરનાં સરપંચ રઘુવીરસિંહ જાડેજા, માધાપરનાં સરપંચ છગનભાઈ સંખાવરા, રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર દિનેશભાઈ ઢોલરીયા, વાંકાનેર માર્કેટીંગ યાર્ડનાં ડિરેકટર પરબતભાઈ ડાંગર, ભાજપ અગ્રણી હરેશભાઈ દવે, બીપીનભાઈ દવે, માધાપર ગ્રામ પંચાયતનાં સભ્ય ભરતભાઈ ત્રિવેદી, નાગેશભાઈ ઓડેદરા, તાલુકા ભાજપ અગ્રણી વિમલભાઈ ખંડવી અને રવિભાઈ વાડોલીયા સહિતનાં લોકોએ સરકારનાં આ નિર્ણયને આવકારતા આતશબાજી કરી હતી. અને એકાબીજાનાં મોં મીઠા કરાવ્યા હતા. મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ…

Read More

રાજકોટ શહેરના ત્રંબાગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા નિશર્ગ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદેગરા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ પોલીસ સમન્વય ન્યુઝ રાજકોટ જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થાના સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયા અને ટી.ડી.પટેલ દ્વારા સન્માનપત્ર આપી ચિરાગ ચાંદેગરાને બિરદાવાયા હતા. નિસર્ગ યુવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજ સેવાની પ્રવુતિઓ કરવામાં આવી છે જેવી કે શાંતવત અનાથ આશ્રમ જૂનાગઢ વિજાપુર ૮૦ મેમ્બરો ભોજન વિતરણ કરેલ તથા સદભાવના વૃધ્ધઆશ્રમ ખાતે વૃધ્ધાને ભોજન કરાવેલ અને વર્ધમાન સમયમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હોય ત્યારે જરૂરિયાતમંદોને અનાજોની કીટનું વિતરણ કરી નોંધનીય કામગીરી કરેલ છે. અને આ કામગીરીમાં સુગંધ…

Read More

રાજકોટ શહેરમાં જુદા-જુદા ચાર સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે

રાજકોટ, રાજકોટ શહેર કોઠારીયા રોડ પર પંચમુખી હોટલ પાસે રહેતા પ્રિયાબા હિતેન્દ્રસિંહ જાડેજા નામના ૨૯ વર્ષની પરિણીતાએ  ૨ વર્ષ પહેલા અમરેલીના ગામડામાં લગ્ન કર્યા બાદ છેલ્લા ૧ વર્ષથી પીયરે રિસામણે આવી હતી. ઘણી વાટાઘાટો છતાં દંપતિ વચ્ચે સમાધાન ન થતાં પ્રિયાબા જાડેજાએ કંટાળીને પોતાના ઘરે દુપટ્ટાવડે પંખા સાથે લટકાઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યા હતો. બામણબોર ગામમાં રહેતા નનાભાઈ અરજણભાઈ દલવાણીયા નામના ૩૫ વર્ષના યુવાને બામણબોરના સ્મશાનમાં ઝાડ પર દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. નવાગામ વિસ્તારમાં રહેતા અને ડીશ કનેકશનનું કામકાજ કરતા ભુપતભાઈ ઉકાભાઈ…

Read More

રાજકોટ શહેર સીનર્જી હોસ્પિટલ કોરોના માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી. રાજકોટ કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા ઇચ્છુક ના હોય તેઓ માટે હવે સ્ટાર સીનર્જી હોસ્પિટલનો વધુ એક વિકલ્પ પ્રાપ્ત ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે. જેમાં સ્પે.ડોક્ટર અને સુપર સ્પે.ડોક્ટરની સેવા માટેના ચાર્જીસની સીલીંગ મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. જો રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા જણાશે તો જે હોસ્પિટલ ડેડીકેટેડ હશે તેને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવશે. અહી એ ખાસ યાદ અપાવીએ કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે જ કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારનો…

Read More

રાજકોટ શહેર જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી નિયંત્રણ અર્થે લોકડાઉનના સમયમાં પણ ઉમદા કામગીરી કરવામાં આવી છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા ક્ષય અધિકારી ડો.એસ.જી.લક્કડ એ આપેલ વિગતો અનુસાર, રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં રાજકોટ શહેરમાં ટી.બી.ના કુલ ૫૫૫ કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૨૨ અને ખાનગી હોસ્પિટલમાં ૪૩૩ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજકોટ જીલ્લાના રાજકોટ, પડધરી, લોધીકા, જસદણ, વિંછીયા, ધોરાજી, જામકંડોરણા, કોટડાસાંગાણી, ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિત ૧૧ તાલુકામાં ૧૧૮૨ ટી.બી.ના કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૦૮૯ અને ખાનગી હોસ્પિટલમાં ૯૩ કેસ નોંધાયા હતા. હાલ નોંધાયેલ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.  …

Read More