ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત ખનીજ ખનન/વહન વિરુદ્ધ જિલ્લા તંત્રની કડક કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચનાઓ અનુસાર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમો દ્વારા જિલ્લામાં ખાત્રજ ચોકડી, તેરસા ચોકડી, કલોલ, વાવોલ અને દહેગામની હદ વિસ્તારમાં ખાસ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

    આ ચેકિંગ દરમિયાન 01 રોયલ્ટી પાસ વગર અને 04 ઓવરલોડ એમ કુલ 05 વાહનો સહિત આશરે ₹1.65 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ કુલ ₹8.40 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે.

Related posts

Leave a Comment