મધ્યાહન ભોજન યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતનધારકોની “cooking Competition” યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

મધ્યાહન ભોજન યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતનધારકો જેવા કે સંચાલક/રસોઈયા/મદદનીશની cooking Competition નું આયોજન તાલુકા કક્ષાએ તા.૨૬/૦૩/૨૦૨૨ તથા જિલ્લા કક્ષાએ તા.૨૯/૦૩/૨૦૨૨ ના રોજ આયોજન કરવા કમિશનર, મધ્યાહ્ન ભોજન યોજના, ગાંધીનગર તરફથી સુચના થયેલ. ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા મથકે cooking Competition નું આયોજન થયેલ. તાલુકા મથકની આ Competition માં પ્રથમ વિજેતા બનેલ સ્પર્ધકોમાંથી જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૯/૦૩/૨૦૨૨ ના રોજ મોડેલ સ્કુલ સિદસરમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૦(દસ) તાલુકા વિજેતાઓમાંથી નવ વિજેતાઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ. જે પૈકી સિહોર તાલુકાના કેન્દ્રવર્તી શાળા, ટાણાનાં હંસાબેન ચુડાસમા, ભાવનગર(ગ્રામ્ય) તાલુકાના કેન્દ્રવર્તી શાળા, સિદસરનાં મનિષભાઇ બારૈયા તથા તળાજા તાલુકાના ભાલર પ્રાથમિક શાળાના ભાવનાબેન વાળાને નિર્ણાયક કમિટી દ્વારા વિજેતા જાહેર કરેલ.

જેમાં પ્રથમ વિજેતાને ઇનામ રૂ.૧૦,૦૦૦/-,દ્વિતિય વિજેતાને ઈનામ રૂ.૫,૦૦૦/- તથા ત્રુતિય વિજેતાને ઈનામ રૂ.૩,૦૦૦/- ના બેંક ચેક તથા જિલ્લા શ્રેષ્ઠ P.M.Poshan Cook તરીકેના પ્રમાણપત્ર નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજના સુરજ સુથારના હસ્તે આપવામાં આવેલ. આ વાનગી સ્પર્ધામાં નિર્ણાયક કમિટી તરીકે સી.ડી.પી.ઓ., નિતાબેન વ્યાસ, આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર શ્રીમતી એચ.એમ.જાની, બી.આર.સી. પંડ્યા તથા મોડેલ સ્કુલના તમામ સ્ટાફે સહકાર આપેલ. આ કર્યક્રમને સફળ બનાવવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધ્યાહન ભોજન યોજના પાંડે, નાયબ મામલતદાર(મ.ભો.યો.) બી.આર.સુમરા તથા નાયબ મામલતદાર(મભોયો) ભાવનગર ગ્રામ્ય શ્રીમતિ પુર્વી મહેતા તથા મભોયો સંચાલક વનરાજસિહએ જહેમત ઉઠાવેલ.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment