પરીક્ષા પે ચર્ચાની પાંચમી શ્રેણીમાં પ્રધાનમંત્રીએ પરીક્ષાર્થીઓ સાથે પ્રેરક પ્રોત્સાહક સંવાદ સાધ્યો લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે મહાનુભાવોએ વિદ્યાથીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો

હિન્દ ન્યુઝ, લુણાવાડા

દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પાંચમી શ્રેણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ સાધી પરીક્ષાના તણાવને દુર કરવા માટે અને પરીક્ષામાં વધુ સારૂ પ્રદર્શન કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે ૧ લી એપ્રિલે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ દુરદર્શનની નેશનલ ચેનલ તથા દુરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર ભારત સહિત મહીસાગર જિલ્લામાં કિસાન માધ્યમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકોએ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રેરક સંવાદમાં જણાવ્યું હતું કે, જો મન અભ્યાસમાં પુરેપુરૂ એકાગ્ર હશે તો કોઇપણ માધ્યમ હોય ઓનલાઇન કે ઓફલાઇન કોઇ ફર્ક પડશે નથી વધુમાં તેમણે વાલી અને શિક્ષકોને તેમના મનની આશા અપેક્ષા અનુસાર બાળકો ઉપર ભાર વધારવાથી બચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. કિશાન વિદ્યાલયની વિધ્યાર્થીની માર્ગી પટેલે આ કાર્યક્રમ નિહાળી પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનું પ્રેરણાદાયી માર્ગદર્શન પરીક્ષાર્થીઓને તણાવ મુક્ત કરશે અને પ્રોત્સાહન પુરુ પાડનારૂ બની રહેશે. આ કાર્યક્રમને નિહાળવા જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, જિલ્લા શિક્ષણાધિકારી પી.એન.મોદી, શાળાના આચાર્ય સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment