રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે.

આ સંદર્ભમાં વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ ભલામણો સાથે તૈયાર કરાયેલ છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખભાઈ અઢિયાએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.

આ ભલામણોના અમલથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થાય, રાજ્યના યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારી તક પ્રાપ્ત થાય, ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય તેમજ સરકારની વહીવટીક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ આવે તેવો રાજ્ય સરકારનો અભિગમ સાકાર થશે.

GARCના છઠ્ઠા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ garcguj.in/resource ઉપર અપલોડ કરવામાં આવેલી છે.

Related posts

Leave a Comment