હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાં આદિજાતી કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈના વરદ હસ્તે આજરોજ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયો હતો.જેમાં ચીમનપાડા કોઝવે, ટાંકલ મોટી કોઝવાડ, મીણકચ્છ સ્વામીનારાયણ મંદીર પાસે, થાલા તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં કુલ રૂપિયા ૨૧૦૭ લાખના માર્ગ અને સુવિધા વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ ગ્રામ પંચાયતો હેઠળ આવનાર આ કામોમાં મુખ્યત્વે આંતરિક રસ્તાઓના સુધારણા, નવા કાંકરીકરણ માર્ગો, ડાંબર રોડ વિકાસ તથા આવશ્યક જાહેર સુવિધાઓનું મજબૂતીકરણ જેવા કામોનો સમાવેશ થાય છે.
