હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લા સદન ખાતે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી.
ધારાસભ્યો તથા વિવિધ વિભાગોના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જનપ્રતિનિધિઓ દ્વારા મળતી રજૂઆતોનો સમયબદ્ધ અને અસરકારક નિકાલ થાય તે અંગે ખાસ ભાર મુક્યો હતો.
ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાએ રેશનિંગ દુકાનોમાં અંત્યોદય, BPL અને APL-1 કાર્ડધારકોને મળતી ચીજવસ્તુઓની યાદી દુકાન બહાર બોર્ડ દ્વારા દર્શાવવા રજુઆત કરી હતી. કલેકટરએ જિલ્લા પુરવઠા અધિકારીને આકસ્મિક ચકાસણી કરવા અને બોર્ડ ન દર્શાવતા આવા રેશનીંગના દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.
