હિન્દ ન્યૂઝ, ધારી
ધારી કોરોનાના હિસાબે લોકડાઉન મા બંધ થયેલ ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરવા ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશનમાં આવેદન આપવામાં આવેલ. વિસાવદર, અમરેલી અને ચલાલા ચેમ્બર દ્વારા પણ આ પ્રશ્ને આવેદન દેવામાં આવશે. સાંસદ નારણ ભાઈ કાછડીયા અને ધારાસભ્ય જે.વી.કાકડિયા ને રજૂઆત કરી ટ્રેન વ્યવહાર કોરોના ગાઇડલાઇન મુજબ તાત્કાલીક શરૂ કરવા માંગણી કરેલ છે. આવેદન આપતા પરેશ પટ્ટણી, ધર્મેન્દ્ર લહેરૂ, તેજસ ભટ્ટ નજરે પડે છે.
રિપોર્ટર : સંજય વાળા, ધારી