પહેલા મતદાન, પછી જાન
હિન્દ ન્યુઝ, ધ્રોલ
જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થયો છે. વહેલી સવારે 7 કલાકથી જ મતદારોમાં મતદાન કરવા અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો, વડીલો તથા મહિલાઓ ઉત્સાહભેર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે ત્યારે ધ્રોલના રહેવાસી દિવ્યેશ ગોસાઈએ પણ પોતાની જાનમાં જોડાતા પહેલા વહેલી સવારે જ પોતાના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી લોકોને પણ અચૂક મતદાન કરવા અનુરોધ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.