હિન્દ ન્યુઝ, ગાંધીનગર
પોતાના હક્કની બહારનું વધારાનું મેળવવાના શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ – આચારથી ભ્રષ્ટાચારને પોષે છે
આવું વાતાવરણ તોડવા મજબૂતી અને મક્કમતા નિર્ધાર થી ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ તે જ બનાવીએ
ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે – ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ ઉપર રહેલું એક મોટું અવરોધ છે સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાનું કાર્ય એસીબી કરી રહી છે